યોગી સરકારના મંત્રીને એક વર્ષની જેલની સજા, જાણો શું છે મામલો?

PC: tv9hindi.com

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારના એક મંત્રીને કોર્ટે 9 વર્ષ જૂના એક કેસમાં 1 વર્ષની જેલની સજા ને દંડ ફટકાર્યો છે. ઘટના વર્ષ 2014 લોકસભાની ચૂંટણી વખતની છે અને મંત્રીને આ ઘટનામાં દોષી ઠેરવવામાં આવ્યા છે. યોગી અને મંત્રી બંને માટે આ એક મોટો ઝટકો છે. ભાજપના  નેતાઓએ બાબતે મૌન સાધી લીધું છે.

યોગી સરકારમાં મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીને MP MLA કોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. વર્ષ 2014 લોકસભા ચૂંટણી સાથે જોડાયેલા એક મામલામાં મંત્રી દોષી સાબિત ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટે એક વર્ષની સજાનો ચુકાદો આપ્યો છે. તેમની પર 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નંદીને IPCની કલમ 147 અને 323 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

યોગી સરકારના  મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીને જેલની સજા સંભળાવવા પાછળનું કારણ  એવું છે કે,2014ની લોકસભા ચૂંટણી દરમિયાન, નંદી પર તત્કાલિન સપા સાંસદ રેવતી રમણ સિંહની જાહેર સભામાં તેમના સમર્થકો દ્વારા હુમલો કરવાનો આરોપ હતો. સપા સમર્થકો માટે જાતિવિષયક શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવો પણ આરોપ હતો કે રેલી દરમિયાન સપાના કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી હતી જેમાં ઘણા ઘાયલ થયા હતા. નંદી તે સમયે કોંગ્રેસ પાર્ટીમાં હતા અને સમાજવાદી પાર્ટીએ એ તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ જ કેસમાં નંદીને 9 વર્ષ બાદ દોષી ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટે એક વર્ષની જેલની સજા અને 10,000નો દંડ કરવાનો હુકમ કર્યો છે. આ ઘટનામાં સમાજવાદી પાર્ટીના કાર્યકર વેંકટરમણ શૂક્લાએ નંદી સામે ફરિયાદ કરી હતી.

તમારા માટે એ જાણવું જરૂરી છે કે કોર્ટે એક વર્ષની સજાનો ચુકાદો આપવા છતા નંદીનું વિધાનસભાનું સભ્યપદ રદ નહીં થાય. કોઇ પણ કેસમાં બે વર્ષ કે તેથી વધારે સમય સુધી જેલની સજા થઇ હોય તો જ વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવે છે.

પરંતુ અહીં MP MLA એ કોર્ટે એક વર્ષની સજા જાહેર કરી હોવાથી આ વિભાગમાં નંદીને થોડી રાહત મળી છે. કોર્ટના આ આદેશ પર હજુ સુધી નંદી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભાજપે પણ આ મામલે મૌન સેવ્યું છે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp