4 જૂને ચોમાસું કેરળ નહીં પહોંચે, હવામાન વિભાગે નવી તારીખ આપી

PC: news18.com

આ વર્ષે ચોમાસુ મોડું આવશે, 6 જૂનના રોજ તે કેરળ પહોંચે તેવી અપેક્ષા છે જે નિર્ધારીત તારીખ કરતા પાંચ દિવસ મોડું શરૂ થશે. હવામાન ખાતાએ માહિતી આપી હતી કે આ વર્ષે ચોમાસુ કેરળમાં મોડું પહોંચે તેવી શક્યતા છે. નેઋત્ય ચોમાસુ ૬ જૂનના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. આ પહેલા સ્કાય મેટ દ્વારા 4 જૂનથી વરસાદ શરૂ થવાની સંભાવના દર્શાવી હતી. હવામાન ખાતાએ વધુમાં ઉમેર્યું હતું, મે 18-19 દરિમયાન નેઋત્ય ચોમાસુ આંદામાન-  નિકોબાર દ્વિપ અને દક્ષિણપૂર્વી બંગાળના અખાત તરફ આગળ વધે તેવી સ્થિતિ સર્જાશે.કેરળમાં ચોમાસુ આવવાની સામાન્ય તારીખ 1 જૂન છે જે વરસાદના ચાર મહિનાની શરૂઆત હોય છે.

ભારતીય હવામાન ખાતુ અને ખાનગી હવામાન ખાતું સ્કાયમેટ આ વર્ષે ચોમાસુ મોડું પડશે તે વાતે એકમત છે. ગઈકાલે સ્કાયમેટે કહ્નાં હતું કે ચોમાસુ કેરળમાં 4 જૂનના રોજ પહોંચશે જેમાં બે દિવસનું વહેલું મોડું થઈ શકે છે.

જો ચોમાસુ મોડું આવશે તો 2014 બાદ આવું ત્રીજી વખત બનશે આ પહેલા 2014માં ચોમાસુ 5 જૂનના રોજ આવ્યું હતું, 2015માંમાં તે 6 જૂનના રોજ શરૂ થયું હતું અને 2016 માં 8 જૂને પહેલો વરસાદ પડ્યો હતો 2018માં ચોમાસુ ૩ દિવસ પહેલા શરૂ થયું હતું તો છતા સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.

ગયા વર્ષે કેરળમાં 29 મી મે એ 3 દિવસ વહેલું ચોમાસુ બેઠું છતાં દેશમાં સામાન્યથી નીચે વરસાદ પડયો. એવી જ રીતે ૨2017 માં કેરળમાં 30મી મેએ વરસાદ શરૂ થયો પણ એકંદર વરસાદ 95 ટકા રહ્ના જે સામાન્યથી ઓછો હતો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp