26th January selfie contest

…જ્યારે આઠ માસના દીકરાને માએ ગળું દબાવીને મારી નાંખ્યો, કારણ ચોંકાવનારું

PC: amarujala.com

ઉત્તરપ્રદેશના કન્નોજ જિલ્લામાં એક દિલ દહેલાવી દેતો કિસ્સો બન્યો છે. ઘટના એવી પ્રકાશમાં આવી છે કે કન્નોજ જિલ્લાની એક માએ તેના આઠ માસના દીકરાની ગળું દબાવીને હત્યા કરી દીધી છે. કારણ કે એ મા તેના ભૂખ્યા બાળકની ચીસો સાંભળી નહોતી શકતી.

આરોપી રૂકસાર કન્નોજમાં તેના ત્રણ બાળકો સાથે રહે છે અને તેનો પતિ શાહિદ મુંબઈ નોકરી કરે છે. અત્યંત ગરીબીમાં જીવતી રૂકસાર છેલ્લાં કેટલાક દિવસથી તેના બાળકો માટે ખોરાકની વ્યવસ્થા નહોતી કરી શકી. આ આટે તેણે કોઈકની પાસે સો રૂપિયા પણ ઉછીના લીધા હતા, પરંતુ સો રૂપિયામાં ત્રણ બાળકનો ખોરાક ખરીદી શકવો અત્યંત મુશ્કેલ હતો.

એવામાં રૂકસારનો આઠ માસનો દીકરો અહદ છેલ્લા ત્રણ દિવસથી દૂધ માટે તરફડતો હતો અને એક રાત્રે રૂકસાર જ્યારે દીકરાના વલોપાતથી કંટાળી ગઈ તો આક્રોશમાં તેણે દીકરાનું ગળું ડાબીને તેની હત્યા કરી નાંખી.

ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે દિવસોથી ખાવાના માટે રડતું બાળક કલાકોથી અત્યંત શાંત હોવાનું જણાયું અને રૂકસારની માતા તેને જોવા જઈ. બાળકની પાસે બેઠેલી રૂકસારે પહેલા તો કોઈને તેની પાસે જવા ન દીધા. પરંતુ પછી હોહા મચી જતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને ત્યારે રૂકસાદના મૃત બાળકનો હવાલો લેવાયો હતો.

જોકે પહેલાં તો રૂકસાદ મગનું નામ મરી નહોતી પાડતી. પરંતુ તેની ચાર વર્ષની દીકરીએ ગવાહી આપી કે મમ્મીએ પોતે ભાઈનું ગળું દબાવ્યું છે ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પાછળથી રૂકસાદે બાળકની હત્યાનું કારણ આપ્યું અને ભૂખને કારણે પોતાના બાળકનો તલસાટ નહોતો જોવાતો એ જણાવ્યું ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ.

પોલીસ આ મામલે હવે વધુ કાર્યવાહી કરી રહી છે અને આરોપી રૂકસાદને અરેસ્ટ કરવામાં આવી છે.  

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp