4 કલાક બાદ પૂરી થઈ મુંબઈમાં રેલવે અપ્રેન્ટિસ વિદ્યાર્થીઓની હડતાળ

PC: ndtvimg.com

મુંબઈમાં રેલવેમાં નોકરીની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદોલન જોર પકડી રહ્યું છે. તેમના આ આંદોલનને લીધે માટુંગા અને છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે વ્યવહારને નુકસાન પહોંચી રહ્યું છે. વિદ્યાર્થીઓએ નોકરીની માંગણીને કારણે આ આંદોલન શરૂ કર્યું છે. જાણવા મળ્યું છે કે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. મુંબઈની લાઈફલાઈન મધ્ય રેલવે સવારે સાત વાગ્યાથી બંધ છે. વધારે માહિતી આપતા રેલવે ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે હાલમાં લોકલ ટ્રેન ફક્ત કુર્લા સ્ટેશન સુધી જ ચાલી રહી છે અને ત્યાંથી પાછી વળી રહી છે. આક્રોશમાં આવેલા વિદ્યાર્થીઓએ માટુંગા અને દાદર વચ્ચેની રેલવે સેવા બંધ કરી દીધી છે. પરંતુ 4 કલાક બાદ આ તેમણે આ હડતાળ સમેટી લીધી હતી અને રેલ વ્યવહાર ચાલુ થઈ ગયો છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ ટ્રેનના પાટા પર બેસી ગયા છે અને હાથમાં પોસ્ટર અને બેનર લઈને પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે રેલ વ્યવ્હાર બંધ થઈ ગયો છે.

 

પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવી રહ્યો છે. આ વિદ્યાર્થીઓએ દિલ્હીમાં પણ પ્રદર્શન કર્યું હતું. મધ્ય રેલવેમાં ઈન્ટર્નશીપ કરનાર વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવતી હતી, પણ હવે તે પણ બંધ કરી દેવામાં આવી છે, જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ આ આંદોલન શરૂ કર્યું છે.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી રેલવેમાં કોઈ પ્રકારની ભર્તી કરવામાં આવી નથી. અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત સંધર્ષ કરી રહ્યા છીએ. 10 થી વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓએ નક્કી કર્યુ છે કે જ્યાં સુધી રેલવે મંત્રી પિયુષ ગોએલ તેમને આવીને મળશે નહીં ત્યાં સુધી તેઓ આ આંદોલન બંધ નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp