સરકાર કોની બનશે? યોગગુરૂ બાબા રામદેવે કરી આ ભવિષ્યવાણી

PC: theweek.in

લોકસભા ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન હજી બાકી છે અને ત્યારબાદ 23 મેના રોજ નિર્ણય થઇ જશે કે દેશમાં કોની સરકાર બનવા જઇ રહી છે. આ દરમિયાન અલગ અલગ લોકોએ દાવા કરવાના શરૂ કરી દીધાં છે. વિખ્યાત યોગગુરૂ બાબા રામદેવે દાવો કર્યો છે, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJP ફરી સરકાર બનાવી રહી છે.

હરિદ્વારમાં પત્રકારો સાથેની વાતચીતમાં બાબા રામદેવ કહ્યું હતું કે આ વખતે NDA સરકાર બનવા જઇ રહી છે અને PM  નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બની રહ્યાં છે.

બાબા રામદેવે કહ્યું કે, કોને કેટલી બેઠકો મળશે તેના વિશે હું કોઇ ભવિષ્યવાણી નથી કરી શકતો પરંતુ દેશમાં ફરી BJPના નેતૃત્વમાં NDA સરકાર બની રહી છે એ 100 % સત્ય ભવિષ્યવાણી છે. જો કે તેઓએ પોતે ભવિષ્યકર્તા નહીં હોવાની પણ વાત કરી હતી.

વિરોધી પક્ષો પર કટાક્ષ કરતા બાબા રામદેવે કહ્યું કે, પરિણામ જાહેર થયાં બાદ કેટલાક લોકોની રાજકીય તબિયતો બગડી જવાની સંભાવના છે, આ દરમિયાન અમે તેમના માટે અનુલોમ-વિલોમ અને કપાલભારતીના ખાસ બન્દોબસ્ત કરીશું.

ઉલ્લેખનીય છે કે 2014માં BJP માટે ખુલીને મતો આપવાની અપીલ કરનાર બાબા રામદેવે આ વખતે BJP માટે લોકોને અપીલ કરી ન હતી. બાબા રામદેવ કાળાં નાણાં મુદ્દે PM નરેન્દ્ર મોદીની નારાજ હોવાની પણ ચર્ચા હતી પરંતુ ચૂંટણીના અંતિમ પડાવે બાબા રામદેવે ફરી મોદીરાગ આલપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp