અમિત શાહે જાહેર કરી દીધું કે બિહારમાં ભાજપ વધારે બેઠકો જીતે તો મુખ્યમંત્રી કોણ

PC: sakalmediagroup.com

બિહાર નિધાનસભાની ચૂંટણીમાં બીજેપી અને જેડીયુ વચ્ચે મતભેદો હોવાની વાત પર કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે પૂર્ણ વિરામ લગાવી દીધું છે. એક ઇન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે જે લોકો બીજેપી અને જેડીયુ વચ્ચે મતભેદો હોવાની ભ્રમણા ફેલાવી રહ્યા છે તેમની વાત પર હું મોટું પૂર્ણવિરામ લગાવી દઉં છુ. નીતીશ કુમાર જ બિહારમાં આગલા મુખ્યમંત્રી બનશે એમ શાહે સ્પષ્ટ કર્યું હતું. અમિત શાહનું નિવેદન એવા સમયે આવ્યું જયારે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ એનડીએ સાથે બિહારમાં ગઠબંઘનથી છેડો ફાડીને અલગ ચૂંટણી લડવાની પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની પણ જાહેરાત કરી છે.

ગૃહમંત્રી અમિત શાહે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બિહારમાં નીતીશ કુમાર જ મુખ્યમંત્રી બનશે એવી સ્પષ્ટ વાત કરીને અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. તેમણે કહ્યું હતું કે,દેશની સાથે બિહારમાં પણ મોદી લહેર છે, જેને કારણે ગઠબંધનના સહયોગીઓને સમાન મદદ મળશે.બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર બીજેપીના જુના સાથી છે અને ગઠબંધન તોડવાનું કોઇ કારણ પણ નથી. શાહે એમ પણ કહ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને ગમે તેટલી વધારે બેઠક મળે તો પણ મુખ્યમંત્રી તો નીતીશ કુમાર જ રહેશે.

અમિત શાહે કહ્યું કે બિહારમાં કોરોના વાયરસની મહામારીમાં ખાદ્યાન્ન્ અને નાણાંના હસ્તાંતરણમાં બિહારની જનતાને ઘણી મદદ મળી છે એ બાબતનું ફીડબેક બિહાર ગયેલા જુદી જુદી પાર્ટીના પદાધિકારીઓ પાસેથી મેં મેળવ્યું છે.

શાહે કહ્યું કે મેં પ્રદેશ, ગામડાં અને શહેરમાં વસતા લોકો પાસેથી પણ ફીડબેક મેળવ્યા હતા.માર્ચ મહિનાથી છઠ્ઠના પર્વ સુધી ખાદ્યાન્ન્  વિતરણમાં કોઇની પાસે પણ એક રૂપિયો લેવાયો નથી.

બિહારના લોકો એ ન ભૂલશે કે કોરોના કાળમાં નીતીશ કુમારે તેમના પ્રવાસની સારી વ્યવસ્થા ગોઠવી હતી, યાત્રાનો ખર્ચ ઉઠાવ્યો હતો અને દરેક પ્રવાસી શ્રમિકને આર્થિક સહાયરૂપે રૂપિયા 1000ની રકમ આપવામાં આવી હતી.માત્ર  વિસ્તાર માટે એકલા ચૂંટણી લડવું યોગ્ય નથી.ગઠબંધનનો એક ધર્મ હોય છે અને એ ધર્મ અમે નિભાવ્યો છે.અમિત શાહે કહ્યું હતું કે,ઉપર મોદી અને નીચે નીતીશ કુમાર એ ડબલ એન્જિનની સરકાર બિહારના વિકાસને આગળ લઇ જશે.

બિહારની ચુંટણી ત્રણ તબક્કામાં યોજવાની છે અને દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp