સ્ટેજ પર બેભાન થયા કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી, હોસ્પિટલ ખસેડાયા

PC: twitter.com/airnewsalerts

મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ હતી અને નીતિન ગડકરી સ્ટેજ પર જ બેભાન થઇ ગયા હતા. આ દરમિયાન રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. ગવર્નરે જ નીતિન ગડકરીને સ્ટેજ પર સંભાળ્યા હતા. બેભાન થતા જ તુરંત નીતિન ગડકરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીતિન ગડકરી અહમદનગરમાં મહાત્મા ફૂલે કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા ગયા હતા, જે દરમિયાન રાષ્ટ્રગીત માટે ઉભા થયા, ત્યારે અચાનક બેભાન થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કેટલીય વાર નીતિન ગડકરીની તબિયત ખરાબ થઇ ચૂકી છે. થોડા સમય પહેલા જ એક રેલી બાદ તેમની તબિયત ખરાબ થવાની ખબર આવી હતી. નીતિન ગડકરી કેન્દ્ર સરકારમાં માર્ગ પરિવહન મંત્રી છે. આ સિવાય તેમના પર ગંગા સફાઇ કરવાની પણ જવાબદારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp