કોરોના વેક્સીન આપનારી નર્સ જ થઇ કોરોના સંક્રમિત

PC: indiatimes.com

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. જુદા જુદા રાજ્યોમાંથી કોરોનાના રેકોર્ડ તોડ કેસો સામે આવી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ ખૂટી રહ્યા છે તો લોકો દવા રેમેડેસિવિર ઈન્જેક્શન માટે લાંબી લાઇનો લગાવી રહ્યા છે. સ્થિતિ પહેલા કરતા ગંભીર રીતે વકરી છે. એવામાં દેશમાં વેક્સીનેશન અભિયાન પણ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં વેક્સીન લગાવનારી નર્સ કોરોના સંક્રમિત સામે આવી છે. RT-PCRમાં નર્સ પોઝિટિવ મળી આવી છે.

હોસ્પિટલ મેનેજમેન્ટે વેક્સીનેટર નર્સને આઈસોલેશનમાં મોકલી દીધી  છે. રિપોર્ટ અનુસાર, હોસ્પિટલ પોતાના સ્વાસ્થ્ય કર્મીઓનું સમય સમયે રેન્ડમ ટેસ્ટ કરાવતા રહે છે કારણ કે સ્વાસ્થ્યકર્મી પોતાના કામને લીધે લોકોના સંપર્કમાં આવે છે. માટે વેક્સીન લગાવનારી નર્સ અને અન્ય લોકોની પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવી. જેમાં એક નર્સ સંક્રમિત મળી આવી, જ્યારે ટીમના બાકીના સભ્યો નેગેટિવ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશમાં કોરોનાના સક્રિય  કેસો 9,10,319 છે, જેમની સારવાર ચાલી રહી છે. ભારતમાં આ ત્રીજી વખત થયું છે કે નવા કેસોની સંખ્યા એક લાખ કરતા ઉપર પહોંચી છે. કોરોનાની પહેલી વેવમાં ક્યારેય પણ એક લાખથી વધારે કેસો સામે આવ્યા નથી, પણ ગયા અઠવાડિયામાં 3 વાર આ આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. બુધવારની વાત કરીએ તો એક દિવસમાં 1 લાખ 15 હજારથી વધારે કોરોના કેસ સામે આવ્યા હતા, સાથે આ દરમિયાન 630 લોકોના મોત થયા હતા.

તો બીજી તરફ ભારત સરકાર કોરોના પર કાબૂ મેળવવા માટે પૂરજોશમાં વેક્સીનેશનમાં લાગી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવેલું કે, કોરોના વેક્સીન અભિયાનમાં ભારતે અમેરિકાને પાછળ મૂકી દીધું છે અને દુનિયામાં સૌથી ઝડપથી વેક્સીનેશનવાળો દેશ બની ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં રોજ લગભગ 30 લાખ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.

કોરોનાએ પાછલા એક વર્ષથી દુનિયાભરમાં આતંક ફેલાવ્યો છે. ભારતમાં આ વાયરસના સકંજામાં આવનારા લોકોની સંખ્યાને 1 લાખ પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો, પણ ત્યાર પછી ગતિ વધતી ચાલી ગઇ અને દેશમાં 1-1 લાખ નવા કેસો માત્ર એક કે બે દિવસમાં જોડાવા લાગ્યા. પછી સંક્રમણ ફેલાવાની ગતિ ધીમી થઇ અને વેક્સીનેશન પણ શરૂ થઇ ગયું. પણ હવે પાછલા અમુક દિવસોથી સંક્રમણ ફરીથી સ્પીડ પકડતું જોવા મળી રહ્યું છે, ભારતમાં પુષ્ટ કોરોના કેસોની સંખ્યા 1 કરોડ 29 લાખને પાર થઇ ગયો છે અને તેમાં કુલ 434 દિવસ લાગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp