ઉત્તર પ્રદેશમાં BJP નેતાની કાર પર પોલીસે ચલાવી ગોળીઓ, જુઓ Video

PC: twitter.com/PoliceShamli

ઉત્તર પ્રદેશના શામલીમાં BJPના એક નેતાએ પોલીસ પર તેમને જાનથી મારવાના પ્રયત્નનો આરોપ લગાવ્યો છે, જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ગત રાતે તેમની કાર પર ગોળીઓ ચલાવી, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. BJP નેતાએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ, જેમણે રાતના સમયે તેમને કસ્ટડીમાં રાખીને યાતનાઓ પણ આપી, તેમને નેતાની હત્યા કરવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

શામલી જિલ્લાના એલુમ નિવાસી BJP નેતા અશ્વની પવાર કેટલાક લોકોની સાથે કારમાં દિલ્હી- સહરાનપુર જઈ રહ્યા હતા, જ્યારે SOGની ટીમે કાર પર ગોળીઓ ચલાવી. CCTV ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે, કાર ધીમી થઈને અંતે રસ્તા પર અટકી ગઈ અને પછી સાદા કપડા પહેરેલા પોલીસકર્મીઓએ કારને ઘેરી લીધી. થોડી જ ક્ષણો બાદ કાર ઝડપથી ભાગી નીકળી. ઉત્તર પ્રદેશમાં SOG જિલ્લાસ્તરીય પોલીસ ટીમ હોય છે, જેમને ઉચ્ચસ્તરીય અપરાધો સામે લડવા માટે બનાવવામાં આવે છે.

પવારે પત્રકારોને કહ્યું, મારા સાથીઓ રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવા જવાની જીદ કરી રહ્યા હતા, આથી અમે બહાર ગયા. એક પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ ભરાવ્યા બાદ ત્યાંથી નીકળ્યા તો મને ખ્યાલ આવ્યો કે કાર્ડ-સ્વાઈપ મશીન મારી ગાડીની છત પર જ રહી ગયું છે. આથી હું અટક્યો અને પેટ્રોલ પંપ અટેન્ડન્ટને બૂમ પાડી. ત્યારે મેં SOG અધિકારીઓને હાથમાં પિસ્તોલ લઈને મારી કાર તરફ આવતા જોયા. તેમણે ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું. હું ઝડપથી કાર ચલાવીને ત્યાંથી ભાગી નીકળ્યો. ત્યાં સુધીમાં તેઓ 10-15 ગોળીઓ ચલાવી ચુક્યા હતા.

અશ્વની પવારની સાથે કારમાં બેઠેલા ચાર લોકોમાંથી એક મનીષ કુમારને ગોળી વાગી, જ્યારે અન્ય ત્રણ ગોળીઓ પણ કારમાં ઘૂસી હતી. પવારે આરોપ લગાવ્યો છે કે, બાદમાં પોલીસકર્મી તેમના ઘરે પહોંચ્યા અને SOGના કમાન્ડિંગ ઓફિસર જિતેન્દ્ર સિંહના આદેશ પર તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને આખી રાત યાતનાઓ આપવામાં આવી. તેમને ખોટાં કેસોમાં ફસાવવાની ધમકી પણ આપી.

BJP નેતાનું કહેવું હતું, સવાર સુધી મારા સમર્થક મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા અને ત્યારે હું બચી શક્યો. પોલીસકર્મીઓએ મારા પ્રતિસ્પર્ધીઓ પાસેથી પૈસા લીધા છે અને મને મારવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.

શામલી પોલીસ સુપ્રિટેન્ડન્ટ સુકીર્તિ માધવે ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આરોપ ગંભીર છે. અમે તમામ તથ્યો પર વિચાર કરી રહ્યા છીએ અને તપાસ બાદ જે કંઈ પણ સામે આવશે, તેના આધાર પર અમે કાર્યવાહી કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp