26th January selfie contest

PM મોદીને મળેલા ગિફ્ટ્સની નીલામી, અશોક સ્તંભની પ્રતિકૃતિની મળી 325 ગણી કિંમત

PC: pib.nic.in

આશરે એક અઠવાડિયા સુધી લાંબી પ્રક્રિયા બાદ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટ્સની નીલામી પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે પૂર્ણ થયેલી નીલામીને દેશભરના લોકો તરફથી સારી પ્રતિક્રિયા મળી હતી. નીલામી દરમિનયાન અશોક સ્તંભની પ્રતિકૃતિ 13 લાખ રૂપિયામાં નીલામ થઈ, જ્યારે તેની બેઝ પ્રાઈઝ 4 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. એટલે કે તેને માટે 325 ગણી વધુ કિંમત મળી. નીલામીમાંથી જમા કરવામાં આવેલી રકમનો ઉપયોગ નમામિ ગંગે પરિયોજનાની મદદ માટે કરવામાં આવશે.

PMOના જણાવ્યા અનુસાર, નીલામી ઈ-ઓક્શન દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત, નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)માં પણ 2 દિવસ સુધી નીલામી કરવામાં આવી હતી. NGMAમાં નીલામી દરમિયાન લાકડાંમાંથી બનાવવામાં આવેલી બાઈક 5 લાખ રૂપિયામાં નીલામ થઈ હતી. આ ઉપરાંત, 5 લાખ રૂપિયામાં જ એક પેઈન્ટિંગ પણ વેચાયુ હતુ. જેમાં PM નરેન્દ્ર મોદી રેલવે પ્લેટફોર્મ પર દેખાય રહ્યા છે.

ભગવાન શિવની મૂર્તિ જેની બેઝ પ્રાઈઝ 5 હજાર રૂપિયા રાખવામાં આવી હતી, તેને 10 લાખ રૂપિયામાં નીલામ કરવામાં ઈવી. આ બેઝ પ્રાઈઝના 200 ગણા હતા. આસામમાંથી વડાપ્રધાનને મળેલી પારંપરિક હોરાઈની બેઝ પ્રાઈઝ 2000 રાખવામાં આવી હતી અને તે 12 લાખ રૂપિયામાં નીલામ થઈ હતી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા આપવામાં આવેલી ઈશ્વરત્વની નિશાનીના 10.1 લાખ રૂપિયા મળ્યા. જ્યારે ગૌતમ બુદ્ધની પ્રતિમા 7 લાખ રૂપિયામાં વેચાઈ હતી.

PMOના જણાવ્યા અનુસાર, 1800 ગિફ્ટ્સની નીલામી કરવામાં આવી હતી. આ પરિયાજનામાંથી મળેલી રકમનો ઉપયોગ નમામિ ગંગે પરિયોજનામાં કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે તેમને મળેલા ગિફ્ટ્સની નીલામી કરાવી હતી અને તે રકમનો ઉપયોગ બાળકીઓના શિક્ષણ પાછળ કરવામાં આવ્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp