ઓવૈસીના ગુજરાત પ્રવાસને લઈને જોવા મળી નારાજગી, જાણો કોણે કર્યો વિરોધ

PC: khabarchhe.com

આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે અસદુદ્દીન ઓવૈસી આવ્યા છે ત્યારે કેટલાક લઘુમતી આગેવાનોમાં નારાજગી પણ જોવા મળી છે. ઓવૈસી સમજદારી નહીં બતાવે તો સમાજ હિતમાં સમગ્ર ગુજરાતમાં ઓવૈસી વાપસ જાઓના નારા સાથે વિરોધ કરવામાં આવશે તે પ્રકારે કેટલાક મુજ્જમીલ પઠાણ સહિતના મુસ્લિમ આગેવાનો દ્વારા નારાજગી દર્શાવવામાં આવી છે.

તેમને વઘુમાં કહ્યું કે, એમઆઈએમ ના સદર જનાબ અસદુદ્દીન ઓવૈસી અગાઉ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે તમામ મસલખના ઉલેમા એ ઈકરામ, સામાજીક સંગઠનો અને તમામ નાગરિકો દ્વારા સમજદારી પૂર્વક ઓવૈસીના કાર્યક્રમથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું હતું.

તે બાબતે અમદાવાદ સહિત, ગુજરાતના ઉલેમા એ ઈકરામ, તમામ એન.જી.ઓ., મુસ્લિમ સમાજની ફિકર કરતા કોમના આગેવાનો તથા સમગ્ર જાગૃત મુસ્લિમ સમાજને ખુબ ખુબ અભિનંદન

ઓવૈસીની પોલિટિક્સને ગુજરાતના જાગૃત નાગરિકોએ નકારી દીધી છે અને અમદાવાદના જાગૃત નાગરિકોએ “અસદુદ્દીન ઓવૌશી વાપસ જાઓ” અને “નરેન્દ્ર મોદી કા છોટાભાઈ” ના નારા લગાવી અમદાવાદમાં બે જગ્યાએ જુહાપુરા અને મિર્ઝાપુરમાં ખુલીને વિરોધ કરવામાં આવ્યો હતો

ત્યારે આજે પણ તેમના સ પ્રવાસને લઈને કેટલાક મુસ્લિમ આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મુજ્જમીલ પઠાણ - મહેસાણા ના મુસ્લિમ આગેવાને જારી કરેલી પ્રેસ મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે,

એમઆઈએમના પ્રોગ્રામને ગુજરાતમાં સતત બીજી વખત નિષ્ફળતા સાંપડી છે. લોકચર્ચા મુજબ ઓવૈસી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીના ઈશારે સાબરમતી જેલમાં બંધ કુખ્યાત અપરાધી અતિક અહેમદને મળવા આવેલ ત્યારે પણ તેમને સંપૂર્ણ નિષ્ફળતા સાંપડી હતી અને ત્યારે ઓવૈસી દરિયાપુરની મુલાકાતે ગયા તો ત્યાં 100 લોકો પણ એમની સભામાં ઉપસ્થિત નહોતા રહ્યા અને સભાનો ફિયાસ્કો થયો હતો.

ઓવૈસી ખૂબ જ બુદ્ધિજીવી અને બેરીસ્ટર છે. રાજનીતિ એમના લોહીમાં છે. તેઓ સમજદાર અને અત્યંત હોશિયાર પરિપકવ વ્યક્તિત્વ ધરાવે છે. તો પછી એમને આટલી વાત સમજણ પડતી નથી કે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો કે જે મુસ્લિમ બહુમત રાજ્યો છે ત્યાં પણ તેમને જાગૃત મુસ્લિમ મતદારોના પરિણામે નિષ્ફળતા સાંપડી છે. ઉત્તર પ્રદેશ કે જયાં 20% મુસ્લિમ મતદારો છે. મુસ્લિમોની સંખ્યા આ રાજ્યોમાં વધુ છે તેમ છતાં પશ્ચિમ બંગાળનું અનુકરણ કરી એમઆઈએમ પાર્ટીના 98 ઉમેદવારોમાંથી 97 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી હતી. તેવું તેમને કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp