શાંતિ, સહકાર અને પ્રજવલિતતાનો પર્વ એટલે પતેતી

PC: outlookindia.com

ભારતની ભાતીગળતા મુજબ દરેક સમાજની રીતરસમોથી માંડીને તહેવારો સુધીમાં વિભિન્નતા જોવા મળે છે. ભારતમાં આવો એક સમાજ છે જેને દુનિયામાં સોજા સમાજ તરીકે જાણવામાં આવે છે. હા, પારસી સમાજનું આજે નવું વર્ષ છે. આજે આખા વિશ્વમાં પતેતી ઉજવવામાં આવે છે. પારસીઓનો ઘણો મોટો સમુદાય ગુજરાતમાં વસે છે. એવી લોકવાયકા છે કે જેમ દુધમાં સાકર ભળે તેમ ગુજરાતમાં પારસી સમાજ ભળી ગયો છે. ઈરાકથી વર્ષો પહેલા આવેલા પારસીઓ ભારતના વિભિન્ન વિસ્તારોમાં વસવાટ કરવા માંડ્યા છે.

પારસીઓ સૌપ્રથમ ભારતમાં ગોંડલના રાજાને મળ્યાં હતા:

સૌરાષ્ટ્રમાં આવેલું ગોંડલ એક એવું મુકામ છે કે જ્યાં પારસીઓના વડવાઓ આવ્યા હતા. પારસીઓ ઈરાકમાંથી પહેલાં ગોંડલમાં જ આવીને વસવા માંડ્યા હતાં. પરંતુ અહીના રાજા દ્વારા તેમને વસવાટ માટે ઇનકાર કરવામાં આવ્યો હતો.રાજાઓને મનાવવા માટે દુધમાં સાકર જેમ ભળીને રહેવાની વાત કરી હતી. રાજાઓએ તેમની આ શરતને માન્ય રાખી હતી. પારસીઓએ રાજાને વચન આપ્યું હતું કે પારસી કદી ધર્મ પરિવર્તન નહીં કરે કે કોઈને ધર્મ પરિવર્તન કરવાનું પણ નહીં કહે. આ વચન આપતાની સાથે રાજા દ્વારા તેમને રહેવાની મંજુરી આપવામાં આવી હતી અને અહિયાથી પારસી દ્વારા સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારો અને શહેરોમાં વસવાટ કરવા માંડ્યા હતા.

પારસીઓનાં વસવાટની સાથે પારસી દ્વારા રાજકોટમાં તેમની અગિયારીની સ્થાપના કરવામાં આવી અને અહિ વર્ષો પહેલા ઈરાનથી લાવવામાં આવેલી જયોત આજે પણ પ્રગટેલી છે. સૌરાષ્ટ્રમાં પારસીઓના ફાયર ટેમ્પલ જામનગર અને રાજકોટ શહેરમાં આવેલાં છે. જોકે, વર્ષો પહેલા હજારોની સંખ્યામાં આવેલા પારસીઓ આજે માત્ર ગણ્યાગાઠીયા રહ્યા છે જેની પાછળનું માત્ર કારણ એ જ છે કે રાજાને આપેલ વચન કે અમે કોઈનો ધર્મ પરીવર્તન નહીં કરીએ અને આજે એ જ કારણોસર પારસી સમાજ લુપ્ત થતો જાય છે.

પારસીઓની ઘટતી વસ્તીનું કારણ:

પારસીઓની વસ્તી ઓછી હોવાનું એક કારણ એ પણ છે કે તે લોકો ખુબ જ એજ્યુકેટેડ હોવાથી તે એક બે સંતાનોને જન્મ આપતા હોય છે અને તેની પરવરીશ કરી તેને સારા અભ્યાસ સાથે મોટા કરતા હોય છે અને એમાં પણ અમુક બાળકો મોટા થઈને લવ મેરેજ કરી લેતા હોય છે અને તેનાં સંતાન થાય છે તે પોતાનો પારસી હક્ક ગુમાવે છે.

દેશ અને દુનિયામાં વસવાટ કરતા પારસીઓ માટે આજે નવું વર્ષ છે ત્યારે પારસીઓ દ્વારા એકબીજાનાં ઘેર જઈ નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવે છે. પારસીના નવા વર્ષ નિમિત્તે પહેલા પારસીઓ દ્વારા અગિયારીનાં દર્શન કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમના ગુરુને વંદન કર્યા બાદ એકબીજાનાં ઘરે જઈને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવે છે.

આખા વિશ્વમાં માંડ 80000 પારસીઓ છે:

ગુજરાતમાં પારસી સમાજનો સૌથી વધુ વસવાટ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છે. જોકે, પારસી સમાજની ગણના લુપ્ત થતાં સમાજમાં થઇ રહી છે. જયારે રાજકોટમાં વધીને 20 પારસી રહે છે અને સમગ્ર વિશ્વમાં પારસીઓની વસ્તી માત્ર 80 હજાર હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે રાજકોટ પારસી અગિયારી ફાયર ટેમ્પલ કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પારસી રાજકોટમાં છે જેની સંખ્યા 20 છે તો જામનગરમાં 8 થી 10, જ્યારે ભાવનગરમાં 10 થી 12 અને પોરબંદરમાં 5 થી 7 પારસી વ્યક્તિ વસવાટ કરી રહી છે.

આમ તો પારસીઓના આ નવા વર્ષનાં આગલા દસ દિવસ મુક્તાદ કહેવામાં આવે છે, જેમાં જે લોકો મૃત્યુ પામ્યા હોય તેમની યાદમાં પ્રાર્થના કરવામાં આવે છે અને તે દસ દિવસ બાદ પતેતી ઉજવવામાં આવે છે. આજે પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝની ઉજવણી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp