26th January selfie contest

ફટકાર લગાવવા છતા નથી સુધરી રહ્યા BJPના સાંસદ, PM મોદી નારાજ

PC: gstatic.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારે વારે કહેવા છતાં લોકસભામાં BJP સાંસદોની ગેરહાજરી વધી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ આ બાબતે ચિંતા પણ જાહેર કરી છે. ભાજપાની સંસદીય બેઠકમાં આ વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ઝારખંડમાં ચૂંટણી પ્રચારની વ્યસ્તતાને કારણે ભાગ લીધો હતો નહિ.

જોકે, રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રધાનમંત્રીનો સંદેશો દરકેની સમક્ષ રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે, પ્રધાનમંત્રી મોદી સંસદમાં સાંસદોની ગેરહાજરીથી નાખુશ છે. પ્રધાનમંત્રીનું કહેવું છે કે, જ્યારે સદનમાં કોઈ બિલ અંગે ચર્ચા થઈ રહી હોય તો દરેક સાંસદોએ ત્યાં હાજર રહેવું જોઈએ.

તેના સિવાય મીટિંગમાં ભવિષ્યની વ્યૂહરચના બાબતે પણ ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું કે, ભાજપાએ તેમના વિરોધીઓ વિરુદ્ધ સાથે મળીને કામ કરવું પડશે. પણ એ રીતે નહિ જેવું કોંગ્રેસ ચાહે છે. કારણ કે ભાજપા એક એવી પાર્ટી છે જે પોતાનો જુદો અભિપ્રાય રાખે છે.

પ્રધાનમંત્રી સદનમાં મંત્રીઓની ગેરહાજરીની આ પહેલા પણ નાખુશતા જાહેર કરી ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હવે જે મંત્રી સદનમાં ગેરહાજર રહેશે, તે બાબતે તેમને તે દિવસે જ સાંજે સૂચના આપવામાં આવશે.

વાત એમ છે કે, પર્યાપ્ત સંખ્યા ન હોવાને કારણે ઘણીવાર સદનમાં જરૂરી બિલ પાસ થઈ શકતા નથી. આ ઉપરાંત રાજ્યસભામાં પણ 7 સાંસદોની ગેરહાજરી બાબતે સભાપતિ વેંકૈયા નાયડૂએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મીડિયા આ સાંસદોના નામ છાપે. તેઓ તે સભ્યોના નામ પણ લોકોને જણાવે જેથી ખબર પડે કે સાંસદ કોણ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp