26th January selfie contest

લગ્નના DJના અવાજથી 63 મરઘીઓના મોત, ફાર્મ માલિકે નોંધાવી ફરિયાદ

PC: lawdonut.co.uk

ઓરિસ્સાના ભુવનેશ્વરના બાલાસિનોરમાં એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં એક પારંપારિક લગ્નમાં થનારા બેન્ડવાજાના અવાજ, આતશબાજી અને નાચ-ગાનના કારણે 63 મરઘીઓના મોત થઈ ગયા છે. આ મરઘીઓના માલિક રંજિત કુમાર પરીદાએ આ ઘટનાની ફરિયાદ પાસેના પોલીસ સ્ટેશનમાં કરી છે. સંજીત કુમારે આરોપ લગાવ્યો કે, રવિવારે અડધી રાતથી થોડા સમય પહેલા ‘કાન ફાડી નાખે તેવા અવાજવાળી જાન તેમના પોલ્ટ્રી ફાર્મ નજીકથી પસાર થઈ.

તેણે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, તેણે બેન્ડ વગાડનારા લોકોને પણ અપીલ કરી કે તેઓ અવાજ થોડો ઓછો કરી દે કેમ કે અવાજ ઘણો બધો હતો જેનાથી તેની મરઘીઓ ડરી રહી હતી પરંતુ, તેમણે તેની વાત ન માની અને વરરાજાના મિત્રો તેના પર ઘાટા પાડવા લાગ્યા. પશુઓના એક ડૉક્ટરે રંજિત કુમારને જણાવ્યું કે, મરઘીઓના મોત હાર્ટ એટેકના કારણે થયા છે. ત્યારબાદ તે લગ્નના આયોજકો પાસે વળતર માટે પહોંચ્યો. આયોજકો તરફથી વળતર આપવાની ના પડ્યા બાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

રંજિત કુમાર પરીદાએ કહ્યું કે, મેં મોટા અવાજના કારણે લગભગ 180 કિલો ચિકન ગુમાવી દીધું કેમ કે પક્ષી કદાચ આઘાતમાં મરી ગયા. નિલગીરી પોલીસ સ્ટેશનના પ્રભારી દ્રોપદી દાસે કહ્યું કે, તેમણે રંજિત કુમાર પરીદા અને તેમના પાડોશી બંનેને ફરિયાદ પર ચર્ચા માટે બોલાવ્યા છે. પશુઓના વ્યવહાર પર પુસ્તક લખનારા ઝૂલોજીના પ્રોફેસર સૂર્યકાંત મિશ્રાએ એક અખબારને જણાવ્યું કે મોટા અવાજથી પક્ષીઓમાં હૃદય રોગનું જોખમ વધી જાય છે. મરઘીઓ એક સર્કેડિયન લય દ્વારા શાસિત થાય છે જે દિવસ અને રાતના પ્રાકૃતિક પ્રકાશ/અંધારાના ચક્ર દ્વારા નિયંત્રિત થાય છે.

સૂર્યકાંત મિશ્રાએ કહ્યું કે મોટા સંગીતના કારણે અચાનક ઉત્તેજના કે તણાવ તેમના જૈવિક સમયને બાધિત કરી શકે છે. અલહાબાદ હાઇ કોર્ટે વર્ષ 2019મા ઉત્તર પ્રદેશમાં DJને માનવ સ્વાસ્થ્ય માટે જોખમ ગણાવતા તેના પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી હતી. હાઇ કોર્ટે કહ્યું હતું કે ભલે તેને સૌથી ઓછા અવાજથી ચલાવવામાં આવે પરંતું તે નિયમ 2000ની અધિસૂચી હેઠળ યોગ્ય સીમાથી વિરુદ્ધ છે. એક DJ ઘણા એમ્પલિફાયરોથી બનેલું હોય છે અને તેનાથી નીકળતો સંયુક્ત અવાજ એક હજાર ડેસિબલથી વધારે હોય છે. હાઇકોર્ટે DJને માનવ સ્વાસ્થ્ય, વિશેષ રૂપે બાળકો, વરિષ્ઠ નાગરિકો અને હૉસ્પિટલમાં એડમિટ દર્દીઓ માટે ગંભીર જોખમ ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp