વિધાનસભા ચૂંટણીઃ રાજસ્થાનમાં 3 કલાકમાં 22 ટકા વોટિંગ, તેલંગણામાં લાગી લાંબી લાઇન

PC: thewire.in

તેલંગણા અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન ચાલુ થઈ ગયું છે. મતદાન મથકોમાં મોટી સંખ્યામાં લોકો વોટિંગ કરવા માટે આવી ગયા છે ત્યારે રાજસ્થાનમાં વ્યાપકપણે ઈવીએમમાં થયેલી તકનીકી ખરાબીની વાત સામે આવી છે. બીજીબાજૂ ઇવીએમમાં ફોલ્ટના કારણે કેન્દ્રના પ્રધાન અર્જુન મેઘવાલે પણ વોટિંગ કરવા માટે લગભગ એક કલાક રાહ જોવી પડી હતી.

ઈવીએમમાં આવેલી ખરાબીના કારણે લગભગ રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં મતદાનના પ્રથમ ત્રણ કલાકમાં 22 ટકા મતદારોએ મત આપ્યા હતા. રાજ્યની 200 બેઠકોમાં 199 બેઠકો માટે પ્રથમ મતદાનની શરૂઆત 8 વાગ્યે થઈ ગઈ હતી અને પ્રથમ કલાકમાં 6.23 ટકા મતદારોએ મત આપ્યા હતા. આ આંકડો 11 વાગ્યે 21.91 જેટલો વધી ગયો હતો. આ દરમિયાન ઘણા મતદાન મથકો ઇવીએમ મશીનો કામ ન કરતાં હોય એવા અહેવાલો પણ જાણવા મળ્યા છે. બીજીબાજૂ પોલીસ અધિકારીઓ કહે છે કે સંપૂર્ણ સુરક્ષા સિસ્ટમ વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે, કોંગ્રેસ રાજ્યના પ્રમુખ સચિન પાયલોટ અને અન્ય મુખ્ય નેતાઓ પોતાનો મત આપી ચૂક્યા છે.

કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલને રાજસ્થાનના બિકાનેરમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની ખામીને કારણે એક કલાકથી વધુ સમય સુધી ઊભી રહેવું પડ્યું હતું. મતદાન માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાના કારણે સામાન્ય લોકોમાં ધીરજનો હવે અંત આવી રહ્યો છે. કેટલાંક લોકો નિરાશ થઇને વોટિંગ કર્યાં વગર પાછા ફરી રહ્યા છે. તો કેટલાંક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યાં કેન્દ્રમંત્રી છે તે બૂથ પર જો આવી વ્યવસ્થા છે તો બાકીની જગ્યાઓ પર પરિસ્થિતિ કેવી હશે? જો કે, જનતાના આ પ્રશ્નનો કોઈ જવાબ નથી. લોકો અત્યારે પણ વોટિંગ માટે કતારમાં ઊભેલા છે અને પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp