ચૂંટણી સમયે પુલવામા શહીદના પિતાને સ્ટેજ પર બેસાડતા BJP નેતા, હવે વાયદાઓ ભૂલ્યા

PC: jansatta.com

જમ્મુ કાશ્મીરના પુલવામામાં 2019માં થયેલા આતંકવાદી હુમલાની આજે વરસી છે, તો લોકો શહીદોને યાદ કરી રહ્યા છે અને સાથે જ શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે. તેની જ એક કડીમાં બિહારના ભાગલપુરના રતનગંજ ગામના રહેનારા રતન ઠાકુરને પણ ગામના લોકોએ શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન ગામના લોકોએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પૂરા નહીં કરવા બાબતે આક્રોશ વ્યક્ત કર્યો.

ગામના લોકોનું કહેવું છે કે, ગામમાં શહીદના નામે સ્મારક, ગામનો દ્વાર, કોલેજ બનાવવી, સ્કૂલનું નામ શહીદના નામે રાખવામાં આવશે જેવા ઘણાં વાયદાઓ કરવામાં આવ્યા હતા પણ પૂરા થયા નથી.

શહીદના પિતા રામનિરંજન ઠાકુર એ વાતથી પણ દુઃખી છે કે, 40 જવાનો પુલવામા હુમલામાં શહીદ થયા અને તેમને લઈને કરવામાં આવેલા વાયદાઓ હજુ સુધી પૂરા થયા નથી. લોકસભા ચૂંટણીને કારણે નેતાઓની અહીં લાઈન લાગી રહેતી હતી. ભાજપાના ઘણાં ચૂંટણી કાર્યક્રમો થયા. જેમાં શહીદના પિતાને સ્ટેજ પર લઈ જઈને બેસાડવામાં આવ્યા. મોટા-મોટા વાયદાઓ કરવામાં આવ્યા. બિહારના મુખ્યમંત્રી ગામમાં હેલિકોપ્ટર દ્વારા આવ્યા હતા. પણ દરેક વાયદાઓ ભૂલી ગયા.

શહીદ રતન ઠાકુરની પત્ની તેના પતિની શહીદી પર આજે પણ ગુસ્સામાં છે. તેમનું કહેવું છે કે, સરકાર પાકિસ્તાનથી જરૂર બદલો લે. રતન ઠાકુરનો 5 વર્ષનો દીકરો પણ સેનામાં જવાની ચાહ રાખે છે અને કહે છે કે, તે મોટો થઈને તેના પિતાની મોતનો બદલો લેશે. કૃષ્ણા તેની તોતળી બોલીમાં કહે છે કે, બલા હોકર પાપા કા બદલા લૂંગા.

શહીદ રતન ઠાકુરની પત્નીને એલાન કરવામાં આવેલા આર્થિક મદદના ચેક મળ્યા છે. શહીદના ભાઈને જિલ્લાધીશની ઓફિસમાં નોકરી પણ મળી છે. પરિવાર આ મદદથી ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp