વધારે ખર્ચ કરવા પર પતિએ ટોકી તો પત્નીએ દોડાવી-દોડાવીને વાઇપરથી માર્યો

PC: vectorstock.com

દિલ્હીના મયૂર વિહારમાં એક વ્યક્તિની પિટાઇ તેની પત્નીએ એટલી ખરાબ રીતે વાઈપર દ્વારા કરી કે પતિને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો. પતિનો વાંક માત્ર એટલો હતો કે વધારે ખર્ચ કરવાને લીધે તેણે પત્નીને ઘર ખર્ચ આપવાની ના પાડી દીધી હતી. ત્યાર પછી પત્ની એટલી ગુસ્સામાં આવી ગઇ કે તેણે પતિને રૂમમાં ભગાવી ભગાવીને વાઈપરથી અધમરો કરી નાખ્યો. પતિ જેમ તેમ જીવ બચાવીને ઘરની બહાર ભાગ્યો.

તે વ્યક્તિની સ્થિતિ જોઇને પાડોશીઓએ પોલીસને જાણ કરી દીધી. ઈજાગ્રસ્ત સ્થિતિમાં 40 વર્ષીય પતિને લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર પછી તેમને રજા આપી દેવામાં આવી છે. પોલીસે પતિની ફરિયાદ પર પત્નીની સામે મારપીટનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. મયૂર વિહાર પોલીસ સ્ટેશનની પોલીસ પત્ની સાથે પૂછપરછ કરીને તપાસ કરી રહી છે.

પોલીસ અનુસાર પીડિત પતિ પોતાના પરિવારની સાથે ત્રિલોકપુરીમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 12 અને 16 વર્ષના બે દીકરા છે. પતિનો બિઝનેસ છે. લોકડાઉન પછી કામ ઓછું થઇ ગયું છે. ઘરની જરૂરતો પૂરી ન થવાને કારણે ઝઘડો થવા લાગ્યો. સોમવારના રોજ જ્યારે પતિ ઘરે પહોંચ્યો તો તેમની પત્ની ઘરખર્ચ માટે પૈસા માગવા લાગી, પતિએ રૂપિયા ન હોવા અને મિત્ર પાસેથી ઉધાર લેવાની વાત કરી તો પત્ની ગુસ્સામાં આવી ગઇ. પતિ બહાર જવા લાગ્યો તો પત્ની દરવાજા પાસે રસ્તો રોકીને ઊભી રહી ગઇ. પતિએ જબરદસ્તીથી બહાર જવાની કોશિશ કરી તો પત્નીએ ત્યાં રાખેલા વાઇપરથી પતિને મારવાનું શરૂ કરી દીધું. પતિને ખરાબ રીતે ઈજાગ્રસ્ત કર્યા પછી પત્નીએ તેને ધમકાવ્યા પણ.

વાઈપર લાગવાને લીધે તે વ્યક્તિ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઇ ગયો. અવાજ થયો તો પાડોશી આવી ગયા. પતિ બહારની તરફ ભાગ્યો. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી. તેની વચ્ચે પાડોશી તે વ્યક્તિને હોસ્પિટલ લઇ ગયા. હોસ્પિટલ પહોંચેલી પોલીસે પતિના નિવેદન પર પત્નીની સામે મારપીટનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે, એવું જરૂરી નથી કે ડોમેસ્ટિક વાયલન્સમાં હંમેશા પતિનો જ વાક હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp