26th January selfie contest
BazarBit

પતિની હત્યા, પત્ની-દીકરી સાથે બળાત્કાર, વીડિયો બનાવીને ભાભીને બતાવ્યો

PC: intoday.in

એક વિકૃત વ્યક્તિએ દરિંદગીની એવી હદો વટાવી કે જે સાંભળી સૌના રુંવાડા ઊભા થઈ ગયા. એક સાથે ત્રણ હત્યાએ આખા વિસ્તારને હચમચાવી મુક્યો. પહેલા તેણે એક દુકાનમાંથી સેક્સ પાવર વધારવાની દવા લીધી, પછી ગામના એક ઘરમાં ગયો. ત્યાં પહેલા ઘરના મુખિયાની હત્યા કરી અને પછી પત્ની સાથે બળાત્કાર કર્યો. ત્યારબાદ અવાજ સાંભળીને ઉઠી ગયેલી માસૂમ સાથે પણ અપ્રાકૃતિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. બાદમાં બંનેની નિર્મમ હત્યા કરી દીધી. આ મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે તેણે આ પાશવી કૃત્યનો વીડિયો પોતાની ભાભીને બતાવ્યો. આ સનસનીખેજ ઘટના ઉત્તર પ્રદેશના આઝમગઢની છે.

નસિરુદ્દીન નામનો એક વ્યક્તિ કે જે શારીરિક સંબંધ બનાવવા માટે ગામની બહારના ભાગમાં આવેલા એક ઘરને નિશાનો બનાવે છે અને રાતના સમયે પહોંચીને પહેલા પતિની હત્યા કરી દે છે. પત્નીને પણ ઘાયલ કરીને તેની સાથે દુષ્કર્મ કરે છે. એટલું જ નહીં પરંતુ 10 વર્ષની માસૂમ દીકરી જ્યારે બૂમો સાંભળીને ઉઠી તો તેને પણ ઘાયલ કરીને તેની સાથે અપ્રાકૃતિક દુષ્કર્મ કરે છે. આ હત્યારો ઘટનાક્રમનો વીડિયો પણ બનાવે છે અને ખૂબ જ સફાઈપૂર્વક તેને લૂંટ અને હત્યામાં ખપાવવાની સિચ્યુએશન બનાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેણે બનાવેલો વીડિયો તે પોતાની ભાભીને બતાવે છે.

આ ઘટનાનો વીડિયો જોતા જ તેની ભાભી પણ બેહોશ થઈ જાય છે અને જ્યારે ભાનમાં આવી તો તેણે આ ઘટના અંગે પોતાના પતિ અને ગામના સરપંચને તે અંગે જણાવ્યું હતું. આથી, તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી. જોકે, ઘટના અંગે પોલીસને મોબાઈલ અને વીડિયો હજુ સુધી મળ્યા નથી. આ ઘટનામાં બીજો ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ વિકૃત હત્યારાએ આવા કૃત્યને પહેલીવાર અંજામ નથી આપ્યો, તે અગાઉ પણ હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp