કઠુઆ બળાત્કારનો ગુનો ઉકેલનાર પોલીસની જુબાની સત્ય કહાની રુંવાટા ખડા કરનારી છે

PC: jantakareporter.com

હું શ્વેતાંબરી શર્મા મહિલા પોલીસ અધિકારી કે મેં અને મારી ટીમ દ્વારા કથુઆ બળાત્કારની સિલસિલા બંધ વિગતો શોધી કાઢી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસની ગુનાશોધક શાખાની ખાસ તપાસ ટુકડી (SIT)ની હું એક માત્ર મહિલા સભ્ય છું, મેં 8 વર્ષની બાળકીનો બળાત્કાર અને હત્યાનો ગુનો ઉકેલી બતાવ્યો હતો. સામે અનેક અવરોધો હોવા છતાં તેમણે પોતાનું કામ પૂરું કરી બતાવ્યું છે.
8 વર્ષની દેવદૂત જેવી બાળકીની હત્યામાં તેના સંબંધીઓ અને બીજા સંડોવાયેલા હતા. જેમણે અમારી તપાસ સામે અવરોધો ઊભા કરવા કોઈ કસર છોડી ન હતી, જેમાં વકીલો પણ શામેલ હતા. તેમણે અમારા અપમાન અને પરેશાની કરવાનું પણ બાકી રાખ્યું ન હતું. પરંતુ અમે અંત સુધી દૃઢતાથી અમારા કામ સાથે જોડાયેલા રહ્યાં હતા.

જમ્મુના કથુઆ જિલ્લામાં હિરાનગરના રસાના ગામની આસપાસ 10 જાન્યુઆરીના રોજ એક આઠ વર્ષની બાળકી ગુમ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનું સત્ર ચાલુ હતું. ત્યારે જ પોલીસ પર આક્ષેપ શરૂ થયા હતા. કારણ કે અમે તેને શોધવામાં તુરંત સફળ થયા ન હતા. આખરે તે બાળકીનો મૃતદેહ 17 જાન્યુઆરીએ મળી આવ્યો હતો.

અમે ભારે અવરોધો અને મુશ્કેલીઓ સામે કામ કર્યું છે. કેટલીકવાર અમે સાવ નિરાશ પણ થઈ ગયા હતા, ખાસ કરીને જ્યારે એવું જણાયું કે પોલીસ સ્ટેશનના માણસોને કેસ રફેદફે કરવા માટે લાંચ આપી દેવામાં આવી છે અને તમામ પુરાવાઓનો નાશ કરવા માટે યુવાન લોકોના કપડાં પણ ધોઈ નાંખવામાં આવ્યા હતા. પવિત્ર નવરાત્રિ દરમિયાન આ બળાત્કાર અને ખૂનનું રહસ્ય જાહેર કરી શક્યા હતા. હું માનું છું કે ગુનેગારોને ન્યાય આપવા માટે દિવ્ય હાથ અમારી સાથે હતો. હું માનું છું કે દુર્ગા માતાના અમારા માથા પર હાથ હતો.

23 જાન્યુઆરીના રોજ, જમ્મુ અને કાશ્મીર સરકારે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી હતી. SIT વરિષ્ઠ પોલીસ અધીક્ષક (IGP), અલોક પુરી અને સૈયદ અહફદુલ મુજતાબાની દેખરેખ હેઠળ કામ કરતી હતી. ઉપરાંત સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP), રમેશ કુમાર જલા, નાવેદ પિરજાદાના નેતૃત્વમાં તેની સાથે સભ્ય તરીકે હું CP શ્વેતાંબરી, સબ ઇન્સ્પેક્ટર ઈરફાન વાણી, ઇન્સ્પેકટર કે. કે. ગુપ્તા અને સહાયક સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ તારિક અહમદના સભ્યો હતા.

9 એપ્રિલે સમગ્ર કેસ CBIને સોંપવાની માગણી થઈ હતી. તે દરમિયાન બે આરોપનામા કોર્ટમાં આપી દેવામાં આવ્યા હતા. જેમાં 8 આરોપીઓ હતા. હત્યા, અપહરણ, ગેરકાયદે ગોંધી રાખવા, કાવતરું અને પુરાવાનો નાશ કરવાના આરોપ ઘડી કાઢવામાં આવ્યા હતા.

આરોપીઓમાં એક યુવક હતો જેણે બાળકી પર બે વાર બળાત્કાર કર્યો હતો અને તેના શરીરને દાટી દેતાં પહેલાં નિર્મમ હત્યા કરી દીધી હતી. તેને ન્યાયમૂર્તિ સમક્ષ સગીર જાહેર કરવામાં આવ્યો હતો પણ તેની શાળાના રેકર્ડ તપાસી જોતાં તે પુખ્ત ઉંમરનો હોવાનું જણાવ્યું હતું. જમ્મુની સરકારી મેડિકલ કોલેજના તબીબોએ તેમની ઉંમર 19 થી 20 વર્ષની વચ્ચે વર્ણવી હતી.

મોટાભાગના આરોપીઓ બ્રાહ્મણો હતા, તેમણે તેમની સરનેમ આગળ કરી હતી. તેઓએ ખાસ કરીને મને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, એવું કહીને કે હું અને તે લોકો એક ધર્મ અને એક જાતિના છીએ. મારે તેમને મુસ્લિમ છોકરીની બળાત્કાર અને હત્યાના દોષી તરીકે જાહેર ન કરવા જોઈએ, એવું તેમનું કહેવું થતું હતું. મેં તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારી તરીકે મારે કોઈ ધર્મ નથી. મારો એકમાત્ર ધર્મ મારી પોલીસ તરીકેનો હતો.

જ્યારે આ તમામ પ્રયાસ નકામાં ગયા ત્યારે તેઓએ ધાકધમકી અને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. સૂત્રોચ્ચાર કર્યા, આપણા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો ફરકાવીને તેના નેજા હેઠળ રેલી પણ કાઢી. અનેક મુશ્કેલીઓ અને અવરોધો ઊભા કર્યા હતા. આખરે અમે પૂરી નિષ્ઠા અને ખંત અને વફાદારીથી અમારું કામ પૂરું કર્યું હતું.

બાળકી સાથે તેણે ક્રૂરતા કરી હતી. જે અહીં કહી શકાય તેમ નથી. સંજી રામ નામનો એ માણસ મંદિરમાં પ્રવેશીને તેણે બાળકી સાથે ક્રૂરતા આચરી હતી. ન્યાયમૂર્તિની હાજરીમાં તેની ચડ્ડી અને વાળના નમૂના એકઠા કરાયા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પછીથી સમર્થન આપ્યું હતું કે, વાળના નમૂનો એ આઠ વર્ષની બાળકીનો હતો.

જામીન અરજીની સુનાવણી અદાલતમાં ચાલતી હતી તે દરમિયાન સામેના પક્ષના વકીલોએ દલીલો કરવાના બદલે, 10 થી 20 વકીલો એકઠા થઈને ભીડ ભેગી કરીને દેખાવો શરૂ કરી દીધા હતા. અવરોધો ઊભા કર્યા હતા.
મારા પુત્રની ઉંમરના આરોપીને જ્યારે બળાત્કાર અંગેનું વર્ણન કરવાના પ્રશ્નો પૂછવાનું થયું ત્યારે તે સમય સૌથી કઠિન હતો. તે ભયાવહ ક્ષણ હતી. વિશાલ જંગોટા કે જે દેવસ્થાનની સંભાળ રાખતો હતો જે સંજી રામનો પુત્ર હતો. જેણે B.Sc એગ્રિકલ્ચર કર્યું છે. તેમની વાસના પૂરી કરવા માટે તે અહીં આવ્યો હતો અને તેનું તે પહેલી નવરાત્રિ અને સંજી રામનો ત્રીજી નવરાત્રિએ ધરપકડ કરવામાં આવી હતી. વિશાલે બાળકીનો પીછો કર્યો હતો અને વાસના સંતોષી હતી.

મારી ઊંઘ ઊડી ગઈ હતી. આખી રાતો હું જાગતી રહેતી હતી. મારું જીવન વ્યથિત બની ગયું હતું. મારા કુટુંબ કે સમાજ માટે ધ્યાન આપી શકાતું ન હતું. બાળકો અને પતિની દેખરેખ પણ સારી રીતે રાખી શકતી ન હતી. મારા બાળકોની પરીક્ષા આવતી હતી તેની તેઓ તૈયારી કરતાં હતા. પરંતુ ભગવાનનો આભાર કે અમારા કામમાં સફળ રહી હતી, જેનો મને આનંદ છે. મને સંતોષ છે. મારી ટીમના બીજા સભ્યો સાથે મળીને બળાત્કારીઓને કોર્ટના કઠેડામાં ઊભા કરી દીધા છે.

અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે, અમે બધા એવી આશા રાખીએ છીએ કે ન્યાય મળવો જોઈએ, કારણ કે અમારી તપાસ પૂર્ણ સાબિત કરે છે અને માત્ર કબૂલાતથી નહીં પરંતુ ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પુરાવા અને અન્ય જરૂરી પુરાવાઓ આરોપીઓ સામે રજૂ કર્યા છે.

શ્વેતાંબરીની આ વાત ભલભલાંને હચમચાવી મૂકે એવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp