વિશ્વમાં સુરત સૌથી ઝડપી વિકસતુ શહેરઃ રિપોર્ટ

PC: wikipedia.org

‘સુરત સોનાની મુરત’ આ સ્લોગન ખરા અર્થમાં હવે સુરતને લાગુ પડે છે. કારણ કે, હાલમાં જ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એક લિસ્ટમાં વિશ્વના 10 ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીઝમાં સુરતનુ નામ જોડાયુ છે. આ લિસ્ટ અનુસાર, આવનારા બે દાયકાઓમાં સુરત વિશ્વમાં ભારતનુ નામ રોશન કરશે.

ઓક્સફોર્ડના ગ્લોબલ સિટીઝ રિસર્ચર રિચાર્ડ હોલ્ટે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે, 2035 સુધીમાં ગુજરાતના દક્ષિણમાં આવેલુ સુરત શહેર સરેરાશ 9 ટકાના દરથી વિકાસ કરશે. મજાની વાત એ છે કે, સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં ટોપ-10માં ગુજરાતના એક નહીં પરંતુ બે શહેરો સામેલ થયા છે. ટોપ ટેનમાં બીજુ નામ રાજકોટનું છે અને સુરતનુ નામ તો ટોચ પર છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 2035 સુધીમાં આ શહેર 9.17ના વાર્ષિક ગ્રોથ રેટ સાથે આર્થિક વૃદ્ધિ કરશે. રિસર્ચ અનુસાર, ભારતીય શહેરોનુ ઈકોનોમિક આઉટપુર અન્ય દેશોના મહાનગરોની સરખામણીમાં ઓછું રહેશે. જ્યારે, દરેક એશિયાઈ શહેરોનુ કુલ GDP 2027 સુધીમાં ઉત્તરી અમેરિકાના તમામ તેમજ યુરોપીય શહેરોના કુલ GDP કરતા વધુ રહેશે. એટલું જ નહીં, પરંતુ 2035 સુધીમાં તે સૌથી વધુ 17 ટકા સુધી પહોંચી જશે.

ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, 2035 સુધી દુનિયાના મોટા શહેરોની સ્થિતિમાં થોડો બદલાવ આવશે. ન્યુયોર્ક, ટોકિયો, લોસ એન્જલસ અને લંડન ટોપ-4 પર બની રહેશે, પરંતુ શાંઘાઈ અને બીજિંગ, પેરિસ અને શિકાગોને આ શહેરો પાછળ છોડી દેશે. ચીનના ગ્વાંગઝૂ અને શેનઝેન પણ ટોપ-10માં સામેલ થઈ જશે. રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે, આફ્રિકામાં તાન્ઝાનિયા સૌથી ઝડપી વિકસતુ શહેર છે. યુરોપમાં યેરેવનની રાજધાની અરમેનિયનનો ગ્રોથ સૌથી ફાસ્ટ રહેવાની આશા છે. ઉત્તરી અમેરિકામાં સૈન જોશ સૌથી ઝડપી વિકાસ કરશે.

રેન્ક

શહેર

દેશ

સરેરાશ વાર્ષિક ગ્રોથ (%માં)

1

સુરત

ભારત

9.17

2

આગ્રા

ભારત

8.58

3

બેંગ્લોર

ભારત

8.5

4

હૈદરાબાદ

ભારત

8.47

5

નાગપુર

ભારત

8.41

6

ત્રિપુરા

ભારત

8.36

7

રાજકોટ

ભારત

8.33

8

તિરુચિરાપલ્લી

ભારત

8.29

9

ચેન્નાઈ

ભારત

8.17

10

વિજયવાડા

ભારત

8.16

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp