દેશ નક્કી કરે કે બિલ્કીસ બાનો મહિલા છે કે મુસ્લિમ: મહુઆ મોઇત્રા

PC: .opindia.com

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ ગુજરાત રમખાણો પીડિતા બિલ્કીસ બાનો કેસમાં દોષિત 11 આરોપીઓને જેલમાંથી મુક્ત કરવાના નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપી છે.

ગુજરાત રમખાણો પીડિતા બિલ્કીસ બાનો કેસમાં 11 આરોપીઓને મુક્ત કરવાના નિર્ણય પર રાજકારણ ગરમાયું છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ સતત ત્રણ ટ્વીટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મહુઆએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીને પણ ઘેર્યા છે. ગોધરાકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી, એટલું જ નહીં, તોફાનીઓએ બિલ્કીસ બાનો પર પણ ગેંગરેપ કર્યો હતો.

મહુઆએ પહેલા ટ્વીટમાં લખ્યું કે કોઈ પણ મહિલાનો ન્યાય આ રીતે કેવી રીતે સમાપ્ત થઈ શકે? અમિત શાહ? નરેન્દ્ર મોદી? ભારત? ભારતીયો?

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે આજે એ બધા સ્વંયભૂ ટીવી એંકર કયાં ચિલ્લાઇ રહ્યા છે ?શું થયું? બિલ્કીસ બાનો પર પેનલ ડિસ્કશન માટે બિગ ડેડીઝેઆગળ નહીં  વધાર્યા?  Nation Wants to Know. આ ટવિટમાં મહુઆએ બિગ ડેડીઝ માટે પ્રધાનમંત્રી મોદી અને નેશન વોન્ટસ ટૂ નો માટે અરનબ ગોસ્વામી સામે નિશાન સાધી દીધું છે.

ત્રીજા ટ્વિટમાં મહુઆએ લખ્યું કે દેશે નક્કી કરવું જોઈએ કે બિલકિસ બાનો મહિલા છે કે મુસ્લિમ?

21 જાન્યુઆરી, 2008ના રોજ, મુંબઈની વિશેષ CBI કોર્ટે હત્યા અને સામૂહિક બળાત્કારના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેની સજા યથાવત રાખી હતી. આ દોષિતોએ 15 વર્ષથી વધુ સમય સુધી જેલમાં સેવા આપી હતી, ત્યારબાદ તેમાંથી એકે તેની અકાળે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને 1992ની નીતિ મુજબ તેમની સજા માફ કરવાના મુદ્દા પર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, સરકારે એક સમિતિની રચના કરી અને તમામ દોષિતોને સમય પહેલા મુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો.

બિલકિસ બાનોએ ભાવુક થઇને કહ્યુ હતું કે ,જ્યારે મેં સાંભળ્યું કે 11 ગુનેગારો જેમણે મારા પરિવાર અને મારું જીવન બરબાદ કર્યું અને મારી 3 વર્ષની દીકરીને મારી પાસેથી છીનવી લીધી, ત્યારે હું સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ. મને હજુ પણ આઘાત લાગ્યો છે. હું આજે એટલું જ કહી શકું છું - કોઈ પણ સ્ત્રી માટે આ રીતે ન્યાય કેવી રીતે સમાપ્ત થઈ શકે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp