અંતે માનવતા જાગી! આત્મહત્યા કરી ચૂકેલા ખેડૂતોનું દેવું થશે હવે માફ...

PC: tosshub.com

પાછળના પાંચ વર્ષોમાં ઉત્પાદનનો સાચો ભાવ ન મળવાના કારણે જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેમનું દરેક પ્રકારનું દેવું માફ કરવામાં આવશે. એક અંદાજ મુજબ પાછળના પાંચ વર્ષોમાં લગભગ દોઢસો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આમાંથી 70 ખેડૂતોતો ફક્ત રાજસ્થાનના હાડૌતી સંભાગ વિસ્તારના છે. આ માટે રાજ્ય સરકાર દેવા માફી પહેલા પ્રદેશમાં આત્મહત્યા કરનાર ખેડૂતોના આંકડાઓ એકત્રિત કરશે.

સચિવાલયમાં શુક્રવારે મળેલી આંતર વિભાગીય સમિતિની બીજી બેઠકમાં ખેડૂત દેવા માફીની પાત્રતા, રૂપરેખા અને માપદંડો નક્કી કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું કિશાન મોડલ સંપૂર્ણ ચર્ચામાં રહ્યું હતું. આ બેઠકમાં સમાવિષ્ટ 6 મંત્રીઓએ ખેડૂતોના દેવા માફીની જાહેરાતને અનુસરવા ઉપર ઊંડાણપૂર્વક મંથન કર્યું હતું.

બેઠક પછી સમિતિના સંયોજક યુડીએચ મંત્રી શાંતિકુમાર ધારીવાલએ કહ્યું હતું કે, મુખ્ય સચિવ કલેક્ટર્સ પાસેથી જમીન વિકાસ બેંક અને સહકારી બેંકોના પાસેથી લોન લેનાર નાના અને સીમાંત ખેડૂતોના આંકડા મંગાવવામાં આવશે, જેમણે આ બેંકો પાસેથી 30 નવેમ્બર 2018 સુધી પાક માટે ધિરાણ લીધું હોય. ધારીવાલએ કહ્યું હતું કે, કેટલા ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે અને તેમના દેવાની રકમ કેટલી છે તેની વિગતો મેળવવા માટેના આદેશ આપી
દેવામાં આવ્યા છે. મંત્રીએ પુનરાવર્તન કરતા કહ્યું હતું કે, દરેક નાના અને સીમાંત ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે.

યુડીએચ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેવા માફી માટે પૈસાની વ્યવસ્થા કરવામાં આવશે. નાણાકીય સંસાધનો વિશે ચિંતા કરવી જોઈએ નહી. સરકાર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવા માટે સંકલ્પબધ્ધ છે. મધ્યપ્રદેશ અને પંજાબમાં દેવા માફી સંબંધિત માપદંડોની સંપૂર્ણ વિગતો આવી ગઈ છે પરંતુ અન્ય રાજ્યોની વિગતો આવવાની હજુ બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp