જો વધારે મેમો આવશે તો તમારા વાહનનું થર્ડ પાર્ટી પ્રિમિયમ પણ વધી શકે છે

PC: iamgujarat.com

રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા પછી દંડની રકમમાં પણ વધારો થયો છે. દંડની રકમમાં વધારો થવાના કારણે મોટા ભાગના વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા પણ થયા છે. સડક પરિવહન મંત્રાયલ દ્વારા અકસ્માતના બનાવોમાં ઘટાડો લાવી શકાય તે માટે ડાયનેમિક પ્રીમીયમ અમલી કરવા માટેનું આયોજન થઇ રહ્યુ છે. આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાઈ શકે છે કે, જે વાહન ચાલકને ટ્રાફિક નિયમભંગ બદલ જેટલા પણ મેમો મળ્યા હશે તેટલુ વધારે તેમને વાહનનું થર્ડ પાર્ટી પ્રીમીયમ ચૂકવવું પડશે. છેલ્લા બે વર્ષથી આ અંગે એક સર્વે પણ ચાલી રહ્યો છે.

હાલ જે વાહન ચાલકને વારંવાર મેમો મળે છે તેને ડેન્જરસ કેટેગરીમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ આગામી સમયમાં એવું આયોજન થઇ રહ્યું છે કે, વધારે મેમો જે વ્યક્તિને મળે છે તેનું વાહન અન્ય વ્યક્તિ કે, વાહન સાથે અથડાવવાની સંભાવના વધારે હોવાથી તેનું થર્ડ પાર્ટી વીમા પ્રીમીયમ વધારે લેવામાં આવી શકે છે. આગામી સમયમાં વાહન સોફ્ટવેરની સાથે ઈન્સ્યોરન્સ કંપનીને પણ લીંક કરવામાં આવી શકે છે. તેથી કંપની પણ વાહનોના કેટલાક ડેટા જોઈ શકે અને વાહન ચાલક પાસેથી તે પ્રમાણે પ્રીમીયમની વસુલાત કરી શકે.

હાલમાં થર્ડ પાર્ટી વીમાનું બાઈકનું પ્રમીયમ 482 રૂપિયા, 100 CCના વાહનનુ 2,120 રૂપિયા, 1,500 CCના વાહનનું 3300 રૂપિયા અને 1500 CCથી વધુના વાહનનું 7,890 રૂપિયા પ્રીમીયમ લેવામાં આવે છે. હાલ દેશમાં માત્રને માત્ર 33% વાહન ચાલકોની પાસે ઇન્શ્યોરન્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp