હવાઈ યાત્રા કરનારા લોકો માટે આનંદના સમાચાર

PC: intoday.in

દેશમાં હવાઈ યાત્રા કરનારા લોકોને મોટી રાહત મળવાની છે. ટૂંક સમયમાં હવાઈ યાત્રા દરમિયાન હવે તેમને મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનો લાભ મળી શકે છે. દૂરસંચાર નિગમ TRAIએ શુક્રવારના રોજ આની ભલામણ કરી છે. આ સર્વિસનો લાભ સેટેલાઇટ અને ટેરેસ્ટ્રિયલ બંને જ નેટવર્ક પર મળશે. ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી પર આપવામાં આવેલી પોતાની ભલામણમાં TRAI દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી માટે ઈન્ટરનેટ અને વિમાનમાં મોબાઈલ સંચાર માટે ભલામણ કરી રહી છે. એટલે જો આ ભલામણનો સ્વીકાર કરવામાં આવશે તો, યાત્રીઓ હવાઈ મુસાફરી દરમિયાન મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.