આટલા મોટા ભારત દેશમાં બળાત્કારની એક-બે ઘટના સામાન્ય છે: કેન્દ્રીય મંત્રી

PC: thehindu.com

દેશમાં જ્યાં એક તરફ બાળકીઓ સાથે થઈ રહેલી ઘટનાઓ સામે વાતાવરણ ગરમાયું છે ત્યાં બીજી તરફ કેન્દ્ર સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે એકદમ વાહિયાત અને નીચલી કક્ષાનું કહી શકાય એવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આટલા મોટા દેશમાં આવી એક-બે ઘટનાઓ બને તે સામાન્ય છે, આવી વાતોનું વતેસર ન કરવું જોઈએ. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે એક બાજુ કઠુઆ અને ઉન્નાવમાં નરાધમોએ કરેલા બળાત્કારના કેસમાં આખો દેશ ગુસ્સામાં છે અને બીજી બાજુ શનિવારે કેન્દ્ર સરકારે POSCO એક્ટને મંજૂરી આપી દીધી છે.

ગંગવારે કહ્યું હતું કે આવી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ હોય છે પણ તેને રોકી શકાતી નથી. આપણા દેશની સરકાર સક્રિય છે અને કાર્યવાહી પણ કરી રહી છે. આટલા મોટા દેશમાં આવી એક કે બે ઘટના બને તેમાં રસ્તા પર ઊતરી આવવું યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે બાળકીઓ સાથે થયેલા બળાત્કારનો વિરોધ ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશ સુધી પહોંચી ગયો છે. આ અંતર્ગત ઘટનાઓની ગંભીરતાને જોઈને 600થી વધારે બુદ્ધિજીવીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ઓપન લેટર લખ્યો છે, જેમાં તેમણે કઠુઆ અને ઉન્નાવની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp