UPના મંદિરના પૂજારીએ પોતાના પર ચલાવડાવી હતી ગોળી

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના ગોંડામાં રામ જાનકી મંદિરના પૂજારીએ પોતાના દુશ્મનને ફસાવવા માટે એક પ્રોફેશનલ શૂટર પાસે પોતાના પર ગોળી ચલાવડાવી હતી. તેમાં મંદિરના મહંત પણ સામેલ હતા. પોલીસે આજે મહંતની ધરપકડ કરી લીધી છે અને હોસ્પિટલમાં એડમિટ પૂજારી સાજા થતાં જ તેની પણ ધરપકડ કરી લેવામાં આવશે. ગોંડામાં 11 ઓક્ટોબરે ઈડિયાથોક વિસ્તારના રામ જાનકી મંદિરના પૂજારી સમ્રાટ દાસને મોડી રાતે બે વાગ્યે ગોળી મારી દેવામાં આવી હતી. ઇજાગ્રસ્ત પૂજારીને તાત્કાલિક લખનૌ કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં સારવાર માટે એડમિટ કરાવવામાં આવ્યા હતા.

પૂજારી સમ્રાટ દાસ અને મંદિરના મહંત સીતારામ દાસે હુમલા માટે એક પ્રોફેશનલ શૂટરને સોપરી આપી હતી. બંનેએ સોપારી કિલરને જણાવી દીધું હતું કે, તેણે પૂજારી સમ્રાટ દાસ પર એ રીતે ગોળી ચલાવવાની છે કે, ગોળી માત્ર તેને અડકીને નીકળી જાય. તે ભૂલથી પણ મરી ન જાય. પ્રોફેશનલ સોપારી કિલરે એમ જ કર્યું. પૂજારી સમ્રાટ દાસને એવી રીતે ગોળી મારી કે તેઓ માત્ર ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત પૂજારી સમ્રાટ દાસ અને તેમના બોસ મહંત સીતારામ દાસે પૂજારીને ગોળી મારવા માટે એક દબંગ અમર સિંહને જવાબદાર ઠેરાવ્યો હતો.

તેમનો આરોપ હતો કે, રામ જાનકી મંદિર પાસે લગભગ 150 વીંઘાની કિંમતી જમીન છે. અમર સિંહે જમીન પર કબ્જો કરવા માંગતો હતો. તેની સાથે જમીનના કબ્જાને લઈને પહેલાથી જ કેસ ચાલી રહ્યો છે. ગોળીથી ઇજાગ્રસ્ત થયેલા પૂજારી અને મંદિરના મહંતની ફરિયાદ પર અમર સિંહ અને તેના સાથીઓ વિરુદ્ધ કેસ દાખલ કરીને અમર સિંહના બે સાથીઓની ધરપકડ કરી લીધી હતી, પરંતુ અમર સિંહ પકડમાં આવ્યો નહોતો. કેસની તપાસ કરી રહેલા જિલ્લાના SP શૈલેન્દ્ર કુમાર પાંડેએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી તો તેમણે જણાવ્યું કે, પૂજારી સમ્રાટ દાસ પર ગોળી પોતે સમ્રાટ દાસ અને તેના બોસ મહંત સીતારામ દાસે ચલાવડાવી હતી. તેમનું ઉદ્દેશ્ય દુશ્મન અમર સિંહ પર પૂજારીની હત્યાના પ્રયાસનો કેસ લગાવડાવીને તેને જેલમાં મોકલવાનો હતો.

SP શૈલેન્દ્ર કુમાર પાંડેએ એમ પણ જણાવ્યું હતું કે, અમર સિંહ આ વખતે ત્યાં ગામમાં સરપંચની ચૂંટણી લડવા માંગતો હતો. ગામનો હાલનો સરપંચ વિનય કુમાર સિંહ પણ નહોતો ઈચ્છતો કે અમર સિંહ જેવો મજબૂત ઉમેદવાર ત્યાં ચૂંટણી લડે, તો એ પણ એ કાવતરામાં સામેલ થઈ ગયો. પોલીસે આ કેસમાં 9 લોકોને આરોપી બનાવ્યા છે, જેમા મહંત સીતારામ દાસ સહિત અન્ય 7 લોકોની ધરપકડ થઈ ચુકી છે. પોલીસનું કહેવું છે કે, પોતાના પર ગોળી ચલાવવા કહેનારા પૂજારી સમ્રાટ દાસ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ જશે, તો તેમની પણ ધરપકડ કરી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp