ઘરમાં બેસેલો સાંપ, સાડી પહેરી લગ્નમાં જતી મહિલાએ પકડી લીધો, જુઓ વીડિયો

PC: ndtvimg.com

સાડી પહેરેલી મહિલાએ ખૂબ જ શાનદાર રીતે ઘરમાં છુપાયેલા સાંપને પકડ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને જોઈને દંગ રહી રહાય છે. મહિલાની ઓળખ નિર્જરા ચિટ્ટીના રૂપમાં થઈ છે. તે કર્ણાટકની રહેવાસી છે અને સ્નેક રેસ્ક્યુઅર છે. મહિલાએ ખૂબ જ શાંતિથી સાંપને પકડ્યો અને ત્યાં ઊભેલા લોકો તેને જોતાં રહ્યા અને મોબાઈલમાં શૂટ કરવા લાગ્યા. દુર્લભ સાંપને ગયા વર્ષે પકડવામાં આવ્યો હતો, આ વીડિયો ટ્વીટર પર 3 દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો અને પછી વાયરલ થઈ ગયો. 2 મિનિટથી પણ ઓછાં સમયના આ વીડિયોમાં ચિટ્ટી સાડી પહેરીને નજર પડી રહી છે. આ રીતેના કામ માટે આ ડ્રેસ કમ્ફર્ટેબલ નથી, એ પણ સાંપ પકડવાની બાબતે.

વીડિયોમાં ચિટ્ટી એક કબાટ પાછળ છુપાયેલા સાંપને પકડવા માટે એક છડીનો ઉપયોગ કરતી જોવા મળી અને પછી તેણે સાંપને ઉઠાવી લીધો. તેમને એમ પણ કહેતા સાંભળવામાં આવ્યા કે તે એક સમારોહમાં જવા તૈયાર હતી અને આવવા પહેલા તે સાડી બદલી શકી નહોતી. તે કહે છે કે, મને સાડીના કારણે આ હેન્ડલ કરવાનું ફાવી રહ્યું નથી. તેણે જણાવ્યું કે, આ પહેરવેશના કારણે સાંપને પકડવો ઘણો મુશ્કેલ થઈ ગયો. ક્લિપને શેર કરનારા ટ્વીટર યુઝરે શરૂઆતમાં સાંપ પકડાનાર મહિલાની ઓળખ વિરાટ ભગિનીના રૂપમાં કરી હતી. ત્યારબાદ તેણે સ્પષ્ટ કર્યું હતું કે, વીડિયોમાં વાસ્તવમાં નિર્જરા ચિટ્ટી હતી. ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખવામાં આવ્યું કે, ‘સ્નેક કેચર ભગીની લગ્નમાં જવા માટે તૈયાર હતી, ત્યારે જ તેને ઘરમાં સાંપ પકડવા બોલાવવામાં આવી. તેણે કોઈ પણ ઉપકરણ વિના સાંપ પકડ્યો. પછી તેણે લખ્યું કે, ‘મારા મિત્રએ જણાવ્યું કે તે નિર્જરા ચિટ્ટી છે.

આ વીડિયોને 12 સપ્ટેમ્બરે શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોના અત્યાર સુધી 4.5 લાખ વ્યુઝ થઈ ચુક્યા છે. સાથે 9 હજારથી વધારે લાઈક્સ અને 2 હજારથી વધારે રિ-ટ્વીટ્સ થઈ ચુક્યા છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો અને તેમણે સ્નેક કેચરના ખૂબ વખાણ કર્યા. સ્નેક રેસ્ક્યુ ગયા વર્ષે એપ્રિલમાં થયું હતું અને તેના પતિ આનંદે આ વીડિયોને યુ-ટ્યુબ પર શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘નિર્જરાએ લગ્ન સમારોહમાં સામેલ થવાનું હતું, પરંતુ એ દરમિયાન જ તેને એક બચાવ કોલ આવી ગયો. એટલે તે તરત બચાવ માટે ગઈ અને તેણે કોબારાને બચાવ્યો. સાંપની ઓળખ સ્પેકટૈકલ્ડ કોબરાના રૂપમાં થઈ હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp