VIDEO: ચાલુ વિમાને એર ઈન્ડિયાની ફ્લાઇટની વિન્ડો તૂટી, 3 યાત્રી ઈજાગ્રસ્ત

PC: youtube.com

એર ઈન્ડિયાની બેદરકારીને કારણે અનેક મુસાફરોના જીવ ખતરામાં મૂકાઈ ગયા હતા. અમૃતસરથી દિલ્હી જઈ રહેલા વિમાનમાં એક મોટી દુર્ઘટના થતી-થતી રહી ગઈ હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઉડાન દરમિયાન અચાનક ઝટકો લાગવાથી એરક્રાફ્ટની વિન્ડોની પેનલ અંદર પડી હતી, જેને કારણે ત્રણ મુસાફરો ઘાયલ થઈ ગયા હતા. આ ઘટનામાં અમુક ઓક્સીજન માસ્ક પણ ખૂલી ગયા હતા. ઘટના બાદ વિમાનમાં હટકંપ મચી ગયો હતો.

જાણકારી મુજબ એર ઈન્ડિયાના વિમાન AI 462 અમૃતસરથી દિલ્હી જઈ રહ્યું હતું, ત્યાં અધવચ્ચે અચાનક મોટો ઝટકો લાગતા એક યાત્રીનું માથું પેનલ સાથે અથડાયું હતું, જેને કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. તેની આસપાસ બેસેલા બે પેસેન્જરોને પણ ઈજા થઈ હતી. ઝટકો લાગવાથી વિન્ડો પેનલ પણ તૂટીને નીચે આવી ગઈ હતી, પરંતુ બહારની વિન્ડો સલામત હોવાથી મોટો હાદસો થતા બચી ગયો હતો.

જે વ્યક્તિને ઈજા થઈ હતી, તેણે સીટ બેલ્ટ પણ નહોતો પહેર્યો. એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. વિમાન દિલ્હી લેન્ડ કરતા જ ત્રણેય ઈજાગ્રસ્ત યાત્રીઓને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અધિકારીના જણાવ્યાનુસાર જે યાત્રીનું માથું પેનલ સાથે અથડાયું હતું, તેને ટાંકા લગાવવા પડ્યા છે. પણ તમામની હાલત સ્થિર છે અને પ્રાથમિક સારવાર બાદ તેમણે કનેક્ટિંગ ફ્લાઇટ્સ પકડી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp