નોકરી છોડી ડ્રાઈવર બનેલી મહિલા બની સોશિયલ મીડિયા સેન્સેશન

PC: freshgooglenews.com

એક મહિલાએ OLA રીક્ષા બુક કરી હતી. થોડા સમય બાદ એક મહિલા રીક્ષા ચાલક તેની પાસે આવી પહોંચી. જે મહિલાએ રીક્ષા બુક કરી હતી, તેણે રીક્ષા ચાલક સાથે વાત કરી અને તેના સંઘર્ષની વાત લિંક્ડઇન પોસ્ટમાં જણાવી હતી. મહિલા રીક્ષા ચાલક ઈન્ટરનેટ પર વાયરલ થઇ ગઈ છે. લિંક્ડઇન પોસ્ટમાં રીક્ષા ચાલક છાયાની વાત નંદિની ચોલારાએ રજૂ કરી હતી. નંદિની OLLIT EXPEDITIONSની ફાઉન્ડર અને ડાયરેક્ટર છે. નંદિનીએ તેની પોસ્ટમાં કહ્યું છે કે, તેણે છાયા સાથે તેના રીક્ષા ચલાવવાના અનુભવને લઈને કેટલીક વાતો કરી હતી. 36 હજાર લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે, અને સેંકડો યુઝરે આ વાતને શેર કરી છે.

છાયાએ કહ્યું, તે પહેલા એક કપડાંની ફેક્ટરીમાં કામ કરતી હતી, પરંતુ ત્યાંનું વાતાવરણ ઘણું ખરાબ હતું. આથી તેણે આ નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ છાયાએ ખાવાનું કામ શરુ કર્યું. થોડાં સમય સુધી છાયાનું કામ સારું ચાલ્યું, પરંતુ બાદમાં તેને નુકસાન થવા લાગ્યું. છાયાએ કહ્યું કે તેનો ભાઈ રીક્ષા ડ્રાઈવર છે, તેના ભાઈએ જ છાયાને સલાહ આપી હતી કે તારે ઇલેક્ટ્રિક રીક્ષા ચલાવવી જોઈએ. આ સાંભળી છાયા ખુબ જ આનંદમાં આવી ગઈ હતી. પરંતુ છાયાના પતિનો અભિપ્રાય અલગ હતો. એવામાં તે પોતાના પતિની ઈચ્છાની વિરુદ્ધ જવા માંગતી નહતી. એ પછી છાયાએ તેના પતિને કહ્યું, મને થોડાં દિવસ પ્રયત્ન કરવા દો. એ પછી છાયાનો પતિ પણ માની ગયો હતો. છાયાએ કહ્યું કે, તે લગભગ 100 કિલોમીટર સુધી રીક્ષા ચલાવે છે. તે સાંજે 6 વાગ્યા સુધીમાં તેનું કામ પતાવ્યા બાદ બાળકોને પણ સમય આપે છે.

છાયાએ કહ્યું- 'મેં પહેલીવાર રીક્ષા ચલાવી, ત્યારપછી હું ક્યારે પણ અટકી નથી. 800-1000 રુપિયાની મારી દરરોજની કમાણી થવા લાગી. દર મહિનાની કમાણી 25 હજાર રુપિયા થવા લાગી. મારા પતિ અને મારા બાળકો મારા પર ગર્વ કરે છે, મને પણ ખુશી છે કે, હું મારા પરિવારની મદદ કરી રહી છું. નંદિનીએ પણ કહ્યું કે તેને છાયાને મળીને ગર્વ થયો હતો. છાયાએ પણ કહ્યું કે, જીવન હંમેશાં સરળ ના હોય, આ જ કારણ હતું કે તેણે આ પડકારનો સ્વીકાર કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp