એક રામલીલા આવી પણ, પિઝાની સુગંધથી જાગ્યા કુંભકર્ણ, ઉડતા આવ્યા ભગવાન ગરુડ

PC: aajtak.in

રામલીલામાં કુંભકરણને જગાડવા માટે, ઘણી રીતો અપનાવવામાં આવે છે. પરંતુ, આ વખતે પુષ્કરની રામલીલામાં કુંભકર્ણને જગાડવા માટે પિઝાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કુંભકર્ણ પિઝાની સુગંધથી જાગી ગયો. આ સિવાય લોકોને રામલીલા સાથે જોડી રાખવા માટે ઘણા વધુ ઇનોવેશન કરવામાં આવ્યા છે. આમાં ભગવાન ગરુડ નાગ પાશને તોડવા માટે આકાશમાંથી ઉડીને પૃથ્વી પર આવ્યા હતા.

રામલીલાનું મંચન કરનારાઓએ અહીં કેટલાક નવા પ્રયોગો કર્યા છે. જેના કારણે તેઓ ભગવાન રામની લીલાને વધુને વધુ લોકો સુધી લઈ જવામાં સફળ પણ રહ્યા છે. આ રામલીલા જોવા માટે હજારો લોકો એકઠા થયા હતા. પગ મુકવાની પણ જગ્યા નહોતી.

રામ લીલામાં લોકોની સંખ્યા વધારવાનો પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો અને ભીડ પણ વધી. કોરોનાકાળ પછી લોકોને રામલીલા સાથે જોડવાનું મુશ્કેલ બની ગયું હતું. રામલીલાનું આયોજન કરનારા આયોજકોએ કુંભકરણને જગાડવા માટે વિદેશી ફૂડ પિઝા મંગાવ્યા હતા.

તેની સુગંધથી કુંભકર્ણ જાગી ગયો. આ ઉપરાંત ભગવાન ગરુડે ઉડીને ભગવાન શ્રી રામના નાગપાશને તોડવા માટે રામલીલાના સ્થળે પહોંચ્યા હતા અને હનુમાનજીએ પણ સંજીવની બુટી માટે રામલીલાના સ્થળે ઉડાન ભરી હતી. આ સમગ્ર દ્રશ્ય જોવા માટે હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ વિદેશી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

પુષ્કર નગરપાલિકાના ઉપ-પ્રમુખ શિવ સ્વરૂપ મહર્ષિએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો રામલીલામાં જોડાઈ શકે તે હેતુસર નવીનતાઓ કરવામાં આવી છે. તેમજ લાખો રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે રામલીલાનું આયોજન કરી શકાય.

તેમણે વધુમાં કહ્યું, કોરોનકાળ પછી, લોકોમાં મોબાઇલનો વ્યાપ ઘરે-ઘરે વધ્યો છે. આ કારણે બહુ ઓછા લોકો રામલીલા જોવા આવતા હતા. લોકોની સંખ્યામાં વધારો કરવા માટે, કુંભકરણને પિઝા પીરસવા, હનુમાન અને ગરુડને ઉડાડીને રામલીલા સ્થળ પર પહોંચવામાં આવ્યા હતા.

રામલીલાનું આયોજન કરતી સમિતિ શ્રી બ્રહ્મ પુસ્કર સેવા સંઘના પ્રબંધક આશુતોષ શર્માએ જણાવ્યું કે પુષ્કરમાં વિદેશીઓ પુષ્કળ પ્રમાણમાં આવે છે. અહીંના પિઝા પણ ખૂબ પ્રખ્યાત છે. દેશ-વિદેશના લોકો અહીં પિઝા ખાવા આવે છે.

લોકો રામલીલા સાથે જોડાઈ શકે તે હેતુસર કુંભકરણને પિઝા પીરસવામાં આવ્યા હતા. લોકોને પણ આ ઈનોવેશન ખૂબ પસંદ આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp