26th January selfie contest

નવરાત્રિ ઉત્સવ દરમિયાન ખેડામાં પથ્થરમારો અને સાવલીમાં ધાર્મિક ધ્વજ પર હોબાળો

PC: ANI

ગુજરાતના બે શહેરોમાં સોમવારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થઈ ગયો હતો. ખેડામાં નવરાત્રિ આયોજન પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં અડધો ડઝન લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. બીજી તરફ વડોદરાના સાવલી વિસ્તારમાં પણ બે પક્ષો વચ્ચે અરસપરસમાં ઘર્ષણ થઈ ગયું હતું. અહીં પણ પથ્થરમારો થયો અને કેટલીક ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું. પોલીસે બંને પક્ષોમાંથી 40 લોકોની ધરપકડ કરી લીધી છે. ખેડામાં ગરબા આયોજન દરમિયાન બીજા સમુદાયના કેટલાક લોકોએ હોબાળા બાદ પથ્થરમારો કર્યો હતો. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.

કચ્છ જિલ્લાના ખેડામાં કેટલાક લોકો ગરબા કાર્યક્રમમાં પ્રવેશી ગયા અને પછી અહીં હોબાળો કર્યો. SP રાજેશ ગોઢિયાએ જણાવ્યું કે, આરિફ અને જાહિર નામના બે વ્યક્તિની આગેવાનીમાં કેટલાક લોકો નવરાત્રિ ગરબા સ્થળ પર પહોંચી ગયા અને ખલેલ પાડવા લાગ્યા. ત્યારબાદ પથ્થરમારો કર્યો. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ગામના સરપંચે નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબાનું આયોજન કર્યું હતું.

આ આયોજન ગામની વચ્ચોવચ એક મંદિર પાસે કરવામાં આવ્યું હતું. તેની પાસે જ એક મસ્જિદ પણ આવેલી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. આ દરમિયાન બીજા સમુદાયના લોકો ભરાઈ ગયા અને લોકોને કાર્યક્રમ રોકવા માટે કહ્યું. ત્યારબાદ પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો. ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. આરોપીઓની ધરપકડ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

તણાવને જોતા વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. વડોદરાના સાવલી વિસ્તારમાં ધાર્મિક ધ્વજને લઈને હોબાળો થઈ ગયો હતો. સાવલીના શાકભાજી બજારમાં પથ્થરમારા બાદ 3 ડઝનથી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસના જણાવ્યા મુજબ, ઈસ્લામિક તહેવાર અગાઉ એક ગ્રુપે વીજ પોલ પર ધાર્મિક ધ્વજ લગાવ્યા હતા. અહીં પાસે જ એક મંદિર પણ છે.

ઘર્ષણ એ સમયે થયું, જ્યારે કેટલાક સ્થાનિક લોકો બીજા સમુદાયના લોકોને એમ કહેવા ગયા કે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. બંને પક્ષોમાં બહેસ બાદ પથ્થરમારો થવા લાગ્યો. આ દરમિયાન અહીં ઘણા વાહન ક્ષતિગ્રસ્ત થઈ ગયા. પોલીસ કહ્યું કે, ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. એક પક્ષમાંથી 25 અને બીજા પક્ષમાંથી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp