26th January selfie contest

3.5 વર્ષની ઉંમરના આખલાની કિંમત રૂ. 1 કરોડ, તેના વીર્યથી જ મહિને લાખોની કમાણી

PC: aajtak.in

બેંગલુરુમાં 4 દિવસના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં આસપાસના જિલ્લામાંથી ખેડુતો પશુઓ લઇને પહોંચ્યા છે.જેમાં એક આખલો સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, કારણ કે તેની કિંમત છે 1 કરોડ રૂપિયા. માત્ર 3.5 વર્ષની વયના આ આખલાની કિંમત આટલી ઉંચી કેમ છે ?એવો સ્વાભાવિક સવાલ તમારા મનમાં હશે તો એનું કારણ અમે જણાવીશું. કૃષિ મેળામાં આ આખાલાની સાથે લોકો સેલ્ફી પણ પડાવી રહ્યા છે.

 બેંગલુરુમાં આયોજિત કૃષિ મેળામાં 3.5 વર્ષના આખલાને લઇને પહોંચેલા ખેડુત બોરેગૌડાએ જણાવ્યું હતુ કે આખલાની હલ્લીકર નસ્લને કારણે તેની કિંમત ઉંચી હોય છે અને આ આખલાની કિંમત 1 કરોડ રૂપિયા છે. હલ્લીકર એ એક મજબુત શરીર વાળી આખલાની જાતિ છે. જે કર્ણાટકના મૈસુર, મડાયા, બેંગલુરુ,કોલાર,તુમકુર, હસન અને ચિત્રદુર્ગ જિલ્લામાં જોવા મળે છે. હલ્લીકર દક્ષિણ ભારતીય જાતિઓમાં શ્રેષ્ઠ જાતિ માનવામાં આવે છે. આ જાતિના બળદ ખેતીની તમામ પ્રવૃતિઓમાં ઉપયોગી હોય છે. 

 આખલાના માલિકે કહ્યું કે આ આખલાનું નામ કૃષ્ણ છે અને તેની ઉંમર માત્ર 3.50 વર્ષ છે, પરંતું તેના વિર્યની  ઘણી માંગ રહેતી હોય છે. માલિક બારેગોડાએ કહ્યું કે  આ આખલાના વીર્યનો એક ડોઝ હું 1,000 રૂપિયામાં વેચું છુ. તેમણે કહ્યું હતું કે દર મહિને 8 વખત અમે કૃષ્ણામાંથી વીર્ય કાઢીએ છીએ. અમે એક વખતમાં 300  સીમસ્ટ્રેસ સ્ટીક્સ બનાવીએ છીએ, જેમાંથી મહિને અંદાજે 24 લાખ રૂપિયાની કમાણી થઇ શકે છે.

બોરેગોડાએ કહ્યું કે કૃષ્ણનું વજન  1ટન છે મતલબ કે 1 હજાર કિલો વજનનો આ આખલો છે. આખલા માલિકે કહ્યું કે અમે અન્ય જિલ્લા જેમ કે દાવણગેરે, રામનગર,ચિકમગલૂર વગેરમાં એક વીર્ય કેન્દ્ર બનાવ્યું છે, ઉપરાંત અમે બેંગલુરુમાં એક દશરહલ્લીમાં એક વિર્ય સેન્ટર પણ ખોલી રહ્યા છે. જે ખેડુત હલ્લીકર નસ્લનું વીર્ય ખરીદવા માંગતા હશે તે પોતાના આસપાસના સેન્ટર પરથી ખરીદી શકશે.

હકિકતમાં, હલ્લીકર જાતિના ઢોર હવે લુપ્ત થઇ રહ્યા છે. હલ્લીકર જાતિના પશુઓમાં A2 પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને એટલે આ જાતિના પશુઓને શક્તિશાળી માનવામાં આવે છે.કૃષ્ણ આખલાની વાત કરીએ તો તેની ઉંચાઇ 6.2 ફુટ, 8 ફીટની લંબાઇ છે.

તમને યાદ હશે કે થોડા વર્ષો પહેલાં હરિયાણામાં સુલતાન નામની એક ભેંસની કિંમત 21 કરોડ રૂપિયા લગાવવામાં આવી હતી. જો કે સુલતાનનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. રાજસ્થાનના પુષ્કરમાં દર વર્ષે યોજાતા પશુ મેળામાં એક આફ્રીકી ખેડુતે 21 કરોડ રૂપિયાની બોલી સુલતાન માટે લગાવી હતી છતા સુલતાનના માલિકે વેચવાનો ઇન્કાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp