નવરાત્રિમાં ગૌરીના દીકરાને જેલ કરી, હિંદુત્વ બોલિવુડમાં વ્યસ્ત! જાણો કોણ બોલ્યું

PC: midday.com

મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ શિપમાં ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ કરવામાં આવેલા શાહરુખ ખાન અને ગૌરી ખાનના પુત્રની જામીન અરજી પર આજે સુનાવણી છે. તે છેલ્લા 5 દિવસથી આર્થર રોડ જેલમાં બંધ છે. તો આ કેસમાં NCB અત્યાર સુધી 18 લોકોની ધરપકડ કરી ચૂકી છે. નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે અને આ કેસમાં ધરપકડ થઈ રહી છે. તો આ કેસમાં ઘણા શાહરુખ ખાન અને ગૌરી ખાન સાથે આ મુશ્કેલીના સમયમાં ઉભા રહ્યા તો ઘણા લોકોએ ખૂબ ગુસ્સો વ્યક્ત કર્યો.

આ દરમિયાન પુરાણ શાસ્ત્રી દેવદત્ત પટનાયકે પોતાના જ અંદાજમાં કહ્યું કે નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે અને આ દરમિયાન ગૌરીના પુત્રને જેલમાં નાખી દેવામાં આવ્યો છે. દેવદત્તે અહીં ગૌરીને મા દુર્ગાના રૂપમાં સંદર્ભિત કરી છે. શક્તિ એટલે કે દેવી ગૌરી આરાધનાનો મહાપર્વ ચાલી રહ્યો છે અને એક ગૌરીના પુત્રને જેલમાં નાખી દેવામાં આવ્યો છે. ટ્વીટ દ્વારા આ વાત કહી અને પોસ્ટમાં લખ્યું કે નવરાત્રી દરમિયાન એક ગૌરીના પુત્રને જેલમાં નાખી દેવામાં આવ્યો.

આ સાથે જ પોતાની અન્ય એક ટ્વીટમાં દેવદત્તે કાશ્મીરમાં નાગરિકોની હત્યાને લઈને લખ્યું-કાશ્મીરમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં સૈનિકોની હત્યા કરવામાં આવી રહી છે. હિંદૂત્વ બોલિવૂડમાં વ્યસ્ત છે. 1000 વર્ષ પહેલાની ઘટનાઓની પુનરાવૃત્તિ. આ પહેલા પીપલ્સ ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટી (PDP)ના અધ્યક્ષ અને જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ પણ આર્યન ખાનનું સમર્થન કરતી ટ્વીટ કરી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે માત્ર સરનેમ ખાન હોવાના કારણે તપાસ એજન્સીઓ આર્યન પાછળ પડી છે.

આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાંથી પકડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે NCBએ આર્યન ખાનને 3 ઓક્ટોબરના રોજ મુંબઈ પોર્ટ પર એક ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાંથી પકડ્યો હતો. તપાસ એજન્સીએ ધરપકડને લઇ નિવેદનમાં કહ્યું હતું કે ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી. જ્યાં આર્યન ખાન પણ હતો. જોકે, NCBએ કહ્યું છે કે આર્યને ડ્રગ્સનું સેવન કર્યું નહોતું. આર્યન સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp