RSS પ્રમુખ મોહન ભાગવતે Bitcoin અને OTT પર ઉઠાવ્યા આ સવાલો

PC: indianexpress.com

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દેશમાં Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સી અને OTT પ્લેટફોર્મ પર નિયંત્રણ બાબતે નીતિઓની સ્પષ્ટતા ન હોવા પર સવાલ ઉઠાવ્યા છે. શુક્રવારે નાગપુરમાં RSSના મુખ્યાલય પર આયોજિત વિજયા દશમી સમારોહને સંબોધિત કરતા મોહન ભાગવતે આ વાત કહી હતી. મોહન ભાગવતે કહ્યું કે કોરોના મહામારી આવ્યા બાદ લગભગ દરેક બાળક પાસે એક મોબાઈલ ફોન છે અને તેઓ તેના પર શું જુએ છે, તેના પર કોઈનું નિયંત્રણ નથી. OTT પર જે કંઈ આવે છે તેના પર પણ કોઈનું નિયંત્રણ નથી.

Bitcoin પર મોહન ભાગવતે કહ્યું કે તેની બાબતે કશું જ સ્પષ્ટ નથી કે તેના પર કયા દેશ કે કઇ સંસ્થાનું નિયંત્રણ છે. ભારત સરકારે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તેમાં જ સમાજની ભલાઈ છે. હાલમાં જ આવેલા BrokerChooserના રિપોર્ટ મુજબ ભારતમાં ક્રિપ્ટોકરન્સી રાખનારા લોકોની સંખ્યા 10 કરોડને પાર થઈ ગઈ છે જે દુનિયામાં સૌથી વધારે છે. બીજા નંબર પર અમેરિકા છે પરંતુ ત્યાં માત્ર 2.8 કરોડ લોકો પાસે જ ક્રિપ્ટોકરન્સી છે. કેન્દ્ર સરકાર OTT પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ કોન્ટેન્ટ પ્રોવાઈડર્સને રેગ્યુલેટના પ્રયત્નમાં લાગી છે.

બીજી તરફ Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સીને લઈને સરકાર અત્યાર સુધી કોઈ નિયમ બનાવી શકી નથી. રિઝર્વ બેંકે પહેલા Bitcoinને બેન કર્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે આ બેનને નકારી દીધું અને સરકારને નીતિ બનાવવા કહ્યું છે. OTT પ્લેટફોર્મનો ભારતમાં અબજો રૂપિયાનો સ્ટ્રિમિંગ બિઝનેસ છે. PwCના એક રિપોર્ટ મુજબ વર્ષ 2014 સુધી ભારતનો OTT બજાર 22 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો. ભારતમાં 40થી વધારે OTT એપ છે. આ વર્ષે 25 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારે સૂચના ટેક્નોલોજી મંત્રાલયે એક ઇન્ટરમીડિયરીઝ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોર્ડ માટે ગાઈડલાઇન જાહેર કરી હતી.

તેમાં મોટી ટેક્નોલોજી કંપનીઓ દ્વારા વધારે પ્રભાવી ફરિયાદ સમાધાન તંત્ર બનાવવા અને તેના પર વધારે નિયામક નિયંત્રણની વાત કહેવામાં આવી હતી.ભારતમાં ક્રિપ્ટોકરન્સીને લઈને દીવાનગી વધી રહી છે. રોકાણકારો Bitcoinને નવા જમાનાનું સોનુ માની રહ્યા છે. ચાઈનાલિસિસ મુજબ ક્રિપ્ટોકરન્સીમાં ભારતમાં રોકાણ એક વર્ષમાં 20 કરોડથી વધીને 40 અબજ ડોલર પહોંચી ગયું છે. દેશમાં 1.5 કરોડથી વધારે એવા રોકાણકાર છે જે ડિજિટલ કોઈન ખરીદી અને વેચી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણમાં વધારે રસ 18થી 35 વર્ષના લોકો દેખાડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp