7 સંસદસભ્યો અને 98 વિધાનસભ્યો ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટના રડાર હેઠળ

PC: taxscan.in

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીઝ (CBDT) એ આજે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે તે 7 સંસદસભ્યો અને વિવિધ રાજ્યોની વિધાનસભાના 98 વિધાનસભ્યોની સંપત્તિમાં થયેલા નોંધપાત્ર વધારા પર તપાસ કરી રહી છે.

CBDTએ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે તે આવતીકાલે એક સીલબંધ કવરમાં આ તમામ સંસદસભ્યો અને વિધાનસભ્યોના નામ કોર્ટને સોંપશે.  CBDTએ કોર્ટને વધુમાં એવી માહિતી આપી છે કે તેમણે અત્યારસુધી કરેલી તપાસમાં સંસદસભ્યોની સંપત્તિમાં ‘અતિશય’ અને વિધાનસભ્યોની સંપત્તિમાં ‘નોંધપાત્ર’ વધારો જોવા મળ્યો છે. આ પ્રાથમિક તપાસ લખનઉ ખાતે સ્થિત એક NGO ‘લોક પ્રહરી’ દ્વારા મુકવામાં આવેલા આરોપ બાદ કે 26 લોકસભાના સભ્યો, 11 રાજ્યસભાના સભ્યો તેમજ 257 વિધાનસભ્યોની સંપત્તિમાં દેખીતો વધારો થયો છે જે તેમની ઈલેક્શનની એફિડેવિટમાં પણ જોવા મળે છે, ત્યારબાદ શરુ કરવામાં આવી છે.

CBDTના કહેવા અનુસાર ઉપરોક્ત સંખ્યા ઉપરાંત હજીપણ બીજા 9 લોકસભા, 11 રાજ્યસભા તેમજ 42 વિધાનસભાના સભ્યોની સંપત્તિ પર આકલન ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp