જય શાહ વિવાદ : અમિત શાહ કરશે 100 કરોડનો બદનક્ષીનો દાવો

PC: Apnlive.com

ભાજપનાં પ્રમુખ અમિત શાહનાં પુત્ર જય શાહ સામે ગંભીર પ્રકારનાં આરોપ કરવા બદલ મીડિયા હાઉસ સામે 100 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરવાનું ભાજપે રવિવારે જણાવ્યું હતું.

વાયર ન્યૂઝ પોર્ટલ દ્વારા ટેમ્પલ કંપનીનાં નાણા ભંડોળમાં લોકસભાની ચૂંટણી પછી 16,000 ગણો વધારો થયો હોવાનો રિપોર્ટ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટને ફગાવી દઈ કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયેલે પત્રકારોને જણાવ્યું હતું કે રિપોર્ટ સંપૂર્ણપણે પાયોવિહોણો છે. મીડિયા હાઉસ સામે બદનક્ષીનો કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. બિનપાયેદાર આક્ષેપો કરવા બદલ પિયુષ ગોયેલે મીડિયા હાઉસની ઝાટકણી કાઢી હતી. ફોજદારી બદનક્ષી દાખલ કરી મીડિયા હાઉસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું ગોયેલે જણાવ્યું હતું. જય અમિત શાહનો તેમણે બચાવ કર્યો હતો અને કશું પણ ખોટું કરવામાં ન આવ્યું હોવાનું જણાવ્યું હતું.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp