ભટકતી જાતિઓનું પાલનપુરમાં સંમેલન: રહેવા ઘર આપો તો ભટકતુ જીવન સ્થિર થશે

PC: facebook.com

’વાદી’ સરાણીયા, નટ, ભવાઈયા, વાધેર, દેવીપુજક જેવી રઝળતી ભટકતી પ્રજા 70 વર્ષ પછી પણ આઝાદ નથી. તેમની આઝાદી કાયદા દ્વારા છીનવી લેવામાં આવી છે. ગુજરાતમાં 8%થી 10% એટલે 50થી 60 લાખ લોકો આજે પણ પથ્થર યુગની જેમ એક સ્થળેથી બીજા સ્થળે ગામેગામ રઝળપાટ કરી રહી છે. આ બધી કોમ 14મીએ પાલનપુરમાં એકઠી થઇને પોતાની ઓળખનો આધાર માંગશે અને રાજકીય પક્ષોને અપીલ કરશે કે તેમના ચૂંટણી ઢંઢેરામાં તેના હક્કો આપવા જોગવાઈ કરે.

માથે પાઘડી, ખભે ઝોળી ને હાથમાં મોરલી. ઝોળીમાંથી અવનવા દાગીના કાઢે ને આપણને બતાવે. સાપના ખેલ કરનાર આ વાદી આજે ભીખારી બન્યા. સાપ લઈ લીધા પણ બીજો વિકલ્પેય ના આપ્યો? બે લાખ વાદીઓ સમગ્ર ગુજરાતમાં છે.

સાપ લઈ લીધા તે અમારે ક્યાં બાપીકી જાગીર હતી? શું ખાવુંને ખવરાવું ઈનીએ અમે જેને માઈ બાપ માનતા ઈમને ચિંતા ના કરી! તેમ વાદીના આગેવાનો કહે છે. અમે એકલ દોકલ નથી લો જોઈ લો. એક જ વસાહતના અમે આટલાં જો બધા ભેગા થાશું તો?

છરી ચપ્પુની ધાર કાઢી આપનાર અને છરી ચપ્પુનો વેપાર કરનારને પોલીસ પકડીને લઈ જાય છે. પણ મોલમાં છરી ચપ્પુ વેચનારને પોલીસ પકડતી નથી. એનજીઓનાં સંચાલિકાએ મિત્તલ પટેલે વિચરતી જાતિઓનાં લોકો સાથે મળી આ અંગે ઝૂંબેશ પણ શરૂકરી છે. 

બજાણીયા પણ દોરી પર ચાલીને લોકોને મનોરંજન પૂરું પાડતાં હતાં. ખેલ કરતાં હતા હવે તેના પણ દિવસો રહ્યા નથી. ભવાઈયાના ખેલ પર પડદો પડી ગયો છે.

પશુપાલન કરીને તેની ખરીદી કરતા દેવીપુજક બચ્યા છે. પણ આ બધાના કોઈ સરનામા નથી હોતા. એક સ્થળેથી બીજા સ્થળે તેઓ ભટકતું જીવન જીવે છે.

14મી તારીખે પાલનપુરમાં એકઠા થઈને તેઓ માંગણી કરવાના છે કે તેમને સ્થિર જીવન આપો, આધાર કાર્ડ આપો, રેશનકાર્ડ આપો, રહેવાને જમીન કે ઘર આપો. ક્યાં સુધી ભટકતાં રહીશું અમે? એવી માંગણી કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp