થોતી જાતિની કલ્યાણીએ ઇતિહાસ રચી દીધો

PC: http://www.financialexpress.com

હજુ ઘણી પછાત જાતિના લોકો, ખાસ કરીને મહિલાઓ માટે આઝાદીના સાત દાયકા બાદ પણ વિકાસ એક સપનું જ બની રહ્યો છે. છતાં કેટલીક મહિલાઓ એવી બડકમદાર હોય છે કે તેઓ તમામ અવરોધોને પાર કરીને પોતાના સપનાને સાકાર કરતી હોય છે, એવી જ એક મહિલા એટલે તેલંગણાની કલ્યાણી છે. કલ્યાણીની સાથે સાથે તેની મિત્ર આર.સૌમિકા પણ ભણી રહી છે. બન્ને ખૂબ ખુશ છે.

તેલંગણામાં અનકે પછાત જાતિના લોકો વસે છે, તેમાં થોતી જનજાતિ વિલુપ્ત થતી જનજાતિ છે. આ જનજાતિની એક પણ મહિલાએ યુનિવર્સિટીનું પગથિયું આઝાદીના સાત દાયકા પછી પણ જોયું નથી. પરતુ આર્થિક તંગીથી લઇને સામાજિક પછાતપણાના અવરોધ પાર કરીને ચાખટી રામની દીકરી કલ્યાણીએ ઇજનેરીમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી લઇને એક ઇતિહાસ રચી દીધો છે.

ગામમાં કલ્યાણીનું ઘર સાવ ઝૂંપડા જેવું છે. તેના પિતા મજુરી કરે છે, એ સંજોગોમાં સામાન્ય રીતે શિક્ષણને કોઇ મહત્વ હોતું નથી. છતાં કલ્યાણીએ અવરોધ પાર કરીને છઠ્ઠા ધોરણથી વધુ અભ્યાસ માટે ઘરે છોડીને હોસ્ટેલમાં જઇને ભણવા માંડ્યું હતું. જો કે એ માટે તે પિતા ચાખટી રામ કૃષ્ણાને યશ આપે છે. સ્વાભાવિક છે કે દસમી સુધી ભણેલાએ જ શિક્ષણનું મહત્વ સમજીને દીકરીને શિક્ષણ માટે , ઇજનેર બનવા માટે પ્રોત્સાહિત કરી હતી. એ બાદ આર્થિક અવરોધ તો હતો જ, તે અવરોધ સરકારી યોજનાથી પાર પડાયો. સુપર 30ને મોડેલ માનીને એકીકૃત આદિવાસી વિકાસ એજન્સી હેઠળ 2015માં સ્ટાર્સ 30 યોજના શરુ થઇ હતી, તેમાં કલ્યાણી જોડાઇ હતી.

આખા દેશમાં જે જાતિના ફકત 6 હજારના લોકો બચ્યા છે, એ થોતી જાતિની કલ્યાણીએ સ્ટાર્સ 30માં અભ્યાસ કરીને એન્જિનિયરીંગ એગ્રીકલ્ચર મેડિકસ કોમન એન્ટરન્સ ટેસ્ટ પાર કરીને ઇજનેરીમાં પ્રવેશ મેળવી લીધો છે. એ સાથે જ થોતી જાતિની તે પહેલી મહિલા બની છે, જે યુનિવર્સિટીમાં ભણવા જશે.
ભણીને કલ્યાણી પોતાના ગામમાં જ જઇને તેની જાતિના લોકોના વિકાસમાં કામ કરવા માંગે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp