માત્ર 27 દિવસનાં બાળકનું પેશાબ બંધ થઈ ગયું અને પછી શું થયું?

PC: khabarchhe.com

માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સૂત્રો ઠેર-ઠેર લખાયેલા જોવા મળે છે. આ સૂત્રને ચરિતાર્થ કરતી ઘટનાં જ્યારે વાસ્તવિક જીવનમાં બને છે ત્યારે સૌ કોઈનાં મન સેવાનાં ભેખધારીઓને સલામ કરે છે. માનવ સેવા દુનિયામાંથી મટી ગઈ નથી પણ કેટલાક રૂક્ષ લોકોનાં કારણે માનવસેવાનાં કાર્યમાં ઓટ જરૂર આવી છે. છતાંય સેવાનાં ભેખધારીઓ અવિરત સેવા કરતાં રહે છે.

ઘટના છે સુરતની. જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા એક બાળકનાં જીવનની. આ બાળકનાં માતા-પિતાએ આશા છોડી દીધી હતી કે બાળક હવે જીવિત રહેશે કે કેમ? પણ કુદરતને કશુંક ઔર જ મંજુર હતું. આ બાળકની વહારે આવ્યું સ્વૈચ્છિક સંગઠન સેવા. સેવા ફાઉન્ડેશને બાળકનાં ઈલાજ માટે કમર કસી.

માત્ર 27 દિવસનાં બાળકને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. 15 દિવસ સુધી સ્મીમેર હોસ્પિટલમાં ઈલાજ કરવામાં આવ્યા બાદ ડોક્ટરોએ કિડની હોસ્પિટલમાં ડો.ઋષિ ગ્રોવરને ત્યાં સારવાર કરવાનું જણાવ્યું. સ્મીમેર પાસે બાળકનાં ઈલાજ માટેની મશીનરી ન હતી. બાળકને સ્મીમેરમાંથી રજા આપી દેવામાં આવતા માતા-પિતા ટેન્શનમાં આવી ગયા. આ દરમિયાનમાં બાળકની વહારે સુરતનું સેવા ફાઉન્ડેશન આવ્યું.

સેવા ફાઉન્ડેશને બાળકની સારવાર કરાવી. તેનું ઓપરેશન થયું. બાળકની પેશાબની નળિકા સદંતર બંધ થઈ ગઈ હતી. 15 દિવસથી બાળક પેશાબ કરી શકતો ન હતો. આના કારણે પેશાબ કિડનીમાં જમા થઈ રહ્યો હતો. આ સમસ્યાનાં કારણે બાળકને બીજી પણ તકલીફો શરૂ થઈ ગઈ હતી. તે બેભાન રહેવા લાગ્યો હતો.

27 દિવસના આ બાળકનાં માતા-પિતા ગણેશનગર ખાતે રહે છે. પિતા જયેશ ગોહિલ અને માતા પીના ગોહિલ આર્થિક મજબુરીનાં કારણે સારી હોસ્પિટલમાં ઈલાજથી દુર રહ્યા હતા. સેવા ફાઉન્ડેશનનાં અશોક ગોયેલનો સંપર્ક સાધી પીના ગોહિલે પોતાનાં બાળકની બિમારી અંગ જાણકારી આપી. સેવા ફાઉન્ડેશને કોઈ પણ પ્રકારનું મોડું કર્યા વગર બાળકનાં ઓપરેશન માટેની જરૂરી આર્થિક મદદ કરી. અને મજુરા ગેટ ખાતે આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં તેને દાખલ કરાવ્યો. હિના દેસાઈએ સફળ સર્જરી કરી બાળકનાં જીવને બચાવી લીધો. આમ આવી રીતે એક નન્હી જાનનો જીવ બચી ગયો અને તેને મળ્યું નવું જીવન.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp