રાઈટ ટુ પ્રાઈવસી: ચુકાદો અનેક પટારા ખોલશે

PC: ndtv.com

સર્વોચ્ચ અદાલતમાં આજથી નવ જજોની બનેલી બંધારણીય ખંડપીઠ કોઇપણ વ્યક્તિને પોતાના એકાંત કે ગોપનીયતા (Right to Privacy)નો બંધારણીય અધિકાર છે કે નહિ તેની સુનાવણી હાથ ધરશે. જો કોર્ટ એવો ચુકાદો આપે કે હા, ભારતીય નાગરિકને વાણી સ્વાતંત્ર્ય, ધર્મ સ્વાતંત્ર્યની જેમ પ્રીવેસીનો પણ અધિકાર છે તો એક સાથે અનેક મોટા કાયદાઓ નાબૂદ કરવા, તેની બંધારણીયતા ચક્સવા અંગે ચર્ચા શરુ થઇ જશે. એક એનજીઓએ આ અંગે અદાલતમાં અપીલ કરી હતી.

આ ચુકાદો માત્ર સરકારને પોતાની જાહેર અને ખાનગી સેવાઓ સાથે આધાર કાર્ડ જોડા પુરતો સીમિત નથી. આ નવ જજો માત્ર એકાંત અંગેની બંધારણીય યોગ્યતા જ ચકાસવાના છે. આધાર કાર્ડ ફરજીયાત કરી શકાય કે નહિ તેનો નિર્ણય નવ જજોના નિર્ણય બાદ અન્ય પાંચ જજોની ખંડપીઠ દ્વારા હાથ ધરવામાં આવશે.

જો ચુકાદો તરફેણમાં આવ્યો તો ભારત સરકાર માટે એક મોટી આફત આવી જવાની છે. પોતાની ગોપનીયતાના આધારે પછી દેશમાં દારૂ પીવાની રોક લગાવતા (ગુજરાત, કેરળ, બિહાર)ના કાયદાઓ સામે પણ સવાલ ઉઠાવી શકાય અને સાથોસાથ ગાયનું માંસ ખાવાની છૂટ પણ આપવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે એવું બંધારણીય તજજ્ઞો જણાવી રહ્યા છે.

“આ ચુકાદાની અસર આધાર કાર્ડની યોગ્યતા કરતા ઘણી વધારે વ્યાપક આવી શકે છે. આ નિર્ણયથી નક્કી થશે કે ભારતની લોકશાહી કેટલા અંશે નાગરિકોને પોતાનો ખાનગી રહેવાનો હક્ક આપવા તૈયાર છે,” એમ તજજ્ઞ મેનકા ગુરૂસ્વામીએ જણાવ્યું હતું.

ભારત સરકાર અત્યારે એવી દલીલ કરી રહી છે કે ભારતનું બંધારણ પોતાના નાગરિકને એકાંત (Right to Privacy)નો હક્ક આપતું નથી. આધારની સામે દલીલ કરનારા લોકો માને છે કે આધાર થકી ભારત સરકાર દેશના કોઇપણ નાગરિકની શું ખરીદે છે, ક્યારે મિત્રો સાથે ભોજન લીધું, ક્યાં ફરવા ગયા જેવી દરેક પણ ખાનગી વિગતો મેળવી શકે છે. આ વિગતો સરકારના હાથમાં આવે તો તેનો ગેરઉપયોગ થઇ શકે છે એવી દહેશત છે.

મેં મહિનમાં એવો દાવો થયો હતો કે દેશના ૧૩ કરોડ લોકોનો આધાર કાર્ડનો ડેટા લીક થઇ ગયો છે.

બીજી તરફ, સુપ્રીમ કોર્ટ એમ નક્કી કરે કે આવો Right to Privacy નથી તો સરકાર પાસે દરેક નાગરિક ઉપર નજર રાખવાની, તેનો ડેટા એકત્ર કરવાની સત્તા આવી જાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp