ડીસામાં આમ આદમી પાર્ટીના ઝંડા ઉખાડી દેવાતા વિવાદ સર્જાયો

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર કાર્ય શરૂ કરી દીધા છે, જેમાં બનાસકાંઠામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે રોડ શો અને જાહેર સભા સંબોધી હતી. ડીસામાં આમ આદમી પાર્ટીની જાહેર સભા અને રોડ શો હોવાથી પાર્ટીના કાર્યકરોએ ગઈકાલે સમગ્ર શહેરમાં આમ આદમી પાર્ટીના ઝંડા લગાવ્યા હતા.

જોકે ભાજપ કાર્યકરોએ ગઈ કાલે રાત્રે જ સમગ્ર શહેરમાંથી આમ આદમી પાર્ટીના ઝંડા ઉખેડી ફેંકતા રાજકારણ ગરમાયુ છે. ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો.રમેશ પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ભાજપ બોખલાઈ ગઈ છે અને રીતસરની ગુંડાગીરી ઉપર ઉતરી આવી છે.

તેમણે ભાજપને આવી ગુંડાગીરી બંધ કરી શિક્ષણ અને આરોગ્યની સારી સેવાઓ આપવાની સલાહ આપી હતી. ડીસામાં ભાજપના ધારાસભ્ય ના ઇશારે જ ભાજપ કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ઝંડા ઉખેડી ગુંડાગીરી અને દાદાગીરી નું વરવું પ્રદર્શન કર્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp