182 મૂરતિયા પરણવવા અલ્પેશ ઠાકોરની જાહેરાત: 5 મિનિટ સુધી એકધારી વાગતી રહી તાળીઓ

સિદ્ધપુરમાં અલ્પેશ ઠાકોરે ફરી એક વખત જંગી સભાને ગજવી કહ્યું કે 23મી તારીખે ગુજરાતની દિશા બદલાઈ જવાની છે. જાનનું આયોજન કરાયું છે અને 182 મૂરતિયા પરણાવવાનાં છે. દારૂ અને રૂપિયામાં ખરીદી લઈશું એવું કહેનારાઓને આપણે સૂત્ર આપ્યું છે 'ઘરેથી ડૂંગળી, મરચો રોટલો લઈને આવો પણ સરકાર આપણી બનાવો.' હવે કઈનાં બાપની તાકાત નથી કે આપણને ખરીદી લે.

અલ્પેશે કહ્યું કે નવ તારીખનું મુહુર્ત હતું પરંતુ હવે મુહુર્ત જોવા ગયો નહી. વગર મુહુર્તે 23 તારીખ નક્કી કરી લીધી છે. ગૌર મહારાજે કહ્યું વિંંછડો બેસી જાય છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે ચાહે ભાજપનો નિર્ણય કરો કે ચાહે કોંગ્રેસનો નિર્ણય કરો, અડધા આમ જતા રહેશે અને અડધા તેમ જતા રહેશે. અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે અલ્પેશ ઠાકોર પર ભરોસો છે તો લોકોએ કહ્યું કે બિલ્કુલ ભરોસો છે.

સિધ્ધપુર ખાતેની સભામાં ભરચક જનમેદની વચ્ચે અલ્પેશ ઠાકોરને વધાવી લેવામાં આવ્યો હતો. એકધારા તાળીઓનાં ગડગડાટથી સમગ્ર વાતાવરણ ગાજી ઉઠ્યું હતું. જનમેદનીએ સળંગ પાંચ મિનિટ સુધી લાગલગાટ તાળીઓ વગાડી અલ્પેશ ઠાકોરનાં કોઈ પણ નિર્ણયમાં સહભાગી થવાની જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અલ્પેશ ઠાકોર સિદ્ધપુરથી કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આજે 182 સીટ પર મૂરતિયા લડાવવાની કરેલી જાહેરાતથી ગુજરાતનાં રાજકારણમાં નવા સમીકરણો મંડાઈ રહ્યા હોવાનાં સંકેત મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp