રાધનપુરમાં અલ્પેશનું દર્દ છલકાયું, જ્યાં જાય ત્યાં બધા કહે છે કે તે બહારનો છે

PC: khabarchhe.com

ભાજપે ગાંધીનગર દક્ષિણમાંથી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ તેમની ઈચ્છા રાધનપુરથી ચૂંટણી લડવાની હતી. તો અલ્પેશ ઠાકોરે રાધનપુરની સભામાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ખાસ કરીને અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ ના મળતા લવિંગજી ઠાકોરને આ ટિકિટ મળી છે જેથી તેઓને એક બાજુ ફાયદો પણ છે. જેથી અગાઉ તેમનો ટિકિટ મળ્યા બાદનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. ટિકિટ મળતા તેઓ ઢોલના તાલે નાચવા લાગ્યા હતા.

રાધનપુરમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનું દર્દ પ્રચાર દરમિયાન છલકાયું હતું અલ્પેશ ઠાકોરે સભાને સંબોધન કરતા કહ્યું કે, તે જ્યાં જાય છે ત્યાં બધા કહે છે કે તે બહારનો છે. તેઓ જાણતા નથી કે તેઓ ક્યાંના છે. તેમ તેમણે કહ્યું હતું અને પોતાનું દર્દ છલકાયું હતું કેમ કે, અગાઉ તેઓ અહીંથી કોંગ્રેસમાં હતા ત્યારે ચૂંટણી જીત્યા હતા. રાધનપુર બેઠક પરથી ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે.

જો કે અહીં સૌથી પહેલા અલ્પેશની ઈચ્છા હતી જેથી અલ્પેશ ઠાકોરે રાધનપુરથી ટિકિટ મળે માટે લોબિંગ પણ કર્યું હતું પરંતુ લવિંગજી ઠાકોરને ટિકિટ મળી હતી. કેમ કે, બહારના આયાતીને ટિકિટ ના આપવાને લઈને લવિંગજી સહીતના ત્યાંના સ્થાનિક આગેવાનોએ મોરચો ખોલી દીધો હતો અને 6 મહિના પહેલાથી જ બેઠકો આ મામલે શરુ કરી દીધી હતી. ત્યારે ભાજપે અલ્પેશને રાધનપુરથી ટિકિટ આપવાના બદલા આ વિરોધ વચ્ચે ગાંધીનગરથી ટિકિટ આપી છે.

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકરેને ટિકિટ આપવા પાછળ ભારતીય જનતા પાર્ટીનું અલગ ગણિત કહે છે. ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક આ ચૂંટણીનું કેન્દ્રબિંદુ બની છે. કારણ કે છેલ્લી બે ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી લડેલા અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઠાકોર સમાજની બહુમતી ધરાવતી ગાંધીનગર દક્ષિણ બેઠક 2008માં ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી અલગ કરવામાં આવી હતી. ત્યારપછી 2012 અને 2017માં બે ચૂંટણીઓ યોજાઈ હતી. બંને ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોરનો વિજય થયો હતો. 2012 માં, શંભુજીએ જુગાજી ઠાકોરને 8000 થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે 2017માં શંભુજી ઠાકોરે કોંગ્રેસના ગોવિંદજી સોલંકીને 11,500થી વધુ મતોની સરસાઈથી હરાવીને જીત મેળવી હતી.

અલ્પેશે 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાધનપુર મતદાર ક્ષેત્રમાંથી તેમની પ્રથમ ધારાસભ્ય બેઠક જીતી હતી. જો કે, 2019માં તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા અને તે જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડ્યા, પરંતુ કોંગ્રેસના રઘુ દેસાઈ સામે હાર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp