કલેક્ટર કચેરીમાં અરવલ્લી SP મયુર પાટીલની દાદાગીરી, બોલ્યા- મારાથી ખરાબ કોઈ નહિ

PC: meranews.in

અરવલ્લી જિલ્લાના મોડાસામાં સાયરાની સીમમાં 19 વર્ષીય યુવતિનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતિની હત્યા કરી તેના શવને વૃક્ષ સાથે લટકાવી દીધો હતો. 31 ડિસેમ્બરના રોજ ગુમ થયેલી યુવતિનું શવ 5 જાન્યુઆરીના રોજ વડ સાથે લટકતું મળી આવ્યું હતું.

8મી જાન્યુઆરીના રોજ પોસ્ટમોર્ટમની રિપોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં SP મયુર પાટીલ અને SC/ST સેલના તપાસ અધિકારીઓએ મૌન ધારણ કરતા પત્રકારો કલેક્ટર કચેરી રજૂઆત કરવા ગયા હતા. તે દરમિયાન ત્યાં હાજર SPએ પત્રકારો સાથે ખોટો વ્યવહાર કર્યો હતો. તેમણે ગેરવર્તણૂક કરીને ધમકી આપતા કહ્યું હતું કે, મારાથી ખરાબ કોઈ નહિ હોય. આ કારણે મોડાસાના તમામ પત્રકારો નારાજ થયા હતા. કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે મોકલેલા પરિપત્રને લઈને મીટિંગ ચાલતી હતી.

અમરાપુર ગામમાં 19 વર્ષીય યુવતિના ગેંગરેપ અને હત્યા બાદ રાજ્યમાં ઘણી જગ્યાએ તેનો વિરોધ થઈ રહ્યો છે. કેન્ડલ માર્ચ અને રેલીઓ યોજાઈ રહી છે. આ કેસ મામલે અરવલ્લી જિલ્લા પોલીસ પહેલા દિવસથી મૌન ધારણ કરીને બેઠા છે. એવામાં આ કેસ બાબતે વધુ માહિતી મેળવવા ગયેલા મીડિયાકર્મી સાથે અરવલ્લી જિલ્લાના SP મયુર પાટીલે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

SP મયુર પાટીલે કહ્યું હતું કે, મુજ સે બુરા રોઈ નહિ(મારાથી ખરાબ બીજુ કોઈ નહિ હોય). યુવતિની પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાબતે SP અને કલેક્ટર પાસે માહિતી મેળવવા ગયેલા પત્રકારો સામે SP મયુર પાટીલ ગુસ્સે થઈ ગયા હતા.

અરવલ્લી જિલ્લા કલેક્ટરની ઓફિસમાં જ તેમને આ રીતનું વર્તન કર્યું હોવાથી, આ મામલે ગૃહમંત્રીથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp