પાટણમાં અગ્નિસ્નાન કરના ભાનુભાઈ વણકરનું મોત: ઉંઝા બંધનું એલાન, મેવાણીનો આક્રોશ

PC: khabarchhe.com

પાટણમાં દલિત યુવાને કરેલા આત્મવિલોપનના પ્રયાસને કરુણ અંજામ આવ્યો હતો. જમીન પ્રકરણમાં આત્મવિલોપન કરનાર દલિત યુવાન ભાનુભાઈ વણકરનું આજે રાત્રે અપોલો હોસ્પિટલમાંં નિધન થયું હતું. ભાનુભાઈએ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી જમીન અંગે વારંવાર ધક્કા અને ઉડાઉ જવાબના અનુસંધાને કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યું હતું.

ભાનુભાઈના આત્મવિલોપનને લઈ પાટણે આજે સજ્જડ બંધ પાળ્યો હતો. અમદાવાદ અને પાટણમાં ટાયર સળગાવવાની ઘટના બની હતી. જ્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને દલિત અધિકાર મંચ દ્વાર બંઝ દરમિયાન ભાજપ સરકાર વિરુધ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો. સરકારે ઘટના અંગે તપાસના આદેશ જારી કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતક અંગે સહાનુભૂતિ દર્શાવી હતી.

ભાનુભાઈએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા તે ઘટનાને લઈ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉંડા શોકની લાગણી પ્રદર્શિત કરી હતી. આજે એક દલિત પરિવાર નોંધારું બની ગયું છે. આવતીકાલે ઉંઝામાં ભાનુભાઈની અંતિમ યાત્રા નીકળશે અને ઉંઝા બંધનું એલાન આપ્યું છે.

જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર જિગ્નેશ મેવાણીએ ભાનુભાઈના નિધન અંગે પોસ્ટ મૂકી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp