પૂર વિનાશની સહાય ન મળતાં સરકાર સામે ખેડૂતના ઉપવાસ

PC: khabarchhe.com

બનાસકાંઠા જિલ્લામાં ભારે વિનાશકારી પૂર ગયા ચોમાસામાં આવ્યું હતું. ખેડૂતોને પારાવાર પાયમાલી ભોગવવી પડી છે. સરકાર દ્વારા તેમને હજુ પણ મદદ આપી નથી. 150 ખેડૂતોએ સામૂહિક આત્મહત્યા કરવાની સરકાર પાસેથી મંજૂરી માંગી છે ત્યારે  લીંબુણી ગામના એક આધેડ ખેડૂત પુર સહાયના નાણાંન મળતાં ભૂખ હડતાલ પર ઊતર્યા છે. 

મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અહીં એક અઠવાડિયા સુધી લોકોની વચ્ચે હતાં પણ તે માત્ર દેખાવ કરવા ખાતર હોય એવું હવે જિલ્લાના ખેડૂતોને લાગી રહ્યું છે. કારણકે પુરના 9 માસ થવા છતાં હજુ કેટલાય ખેડૂતોને જમીન ધોવાણ,પાક ધોવાણ ની સહાય નથી ચૂકવાઈ. 

તેમાંના એક ખેડૂત ભેમાભાઈ સુઇગામ તાલુકા સેવા સદન સામે ધોમ ધખતા તાપમાં પ્રતીક ભૂખ હડતાલ પર બેસી ગયા છે. તાલુકા વિકાસ અધિકારી તેમની સહાય આપતાં નથી. એવી તેમની ફરિયાદ છે. 

તેઓ ઘણાં દિવસોથી અહી સરકારી કચેરીએ આવી રહ્યાં છે તંત્ર દ્વારા વારંવાર ધક્કા ખવરાવતા તેમને સહાય મળી નથી.  આખરે કંટાળી ભૂખ હડતાલ નું શસ્ત્ર ઉગામ્યુ છે. 

આ એક ખેડૂત નહીં પણ તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા તાલુકાના કેટલાય ખેડૂતો ને ધક્કા ખવરાવાય છે, આધેડ ખેડૂત કંટાળીને આખરે ભૂખ હડતાલ પર રોડ બાજુ બેસી ગયા છે. સુઇગામ એ પાકિસ્તાન સરહદ પર આવેલું ગામ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp