માસ્ક વગર જતા શિક્ષક પાસેથી ઘર્ષણ કરતી પોલીસ વરઘોડામાં ડાન્સ કરતી જોવા મળી

PC: DainikBhaskar.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે જે લોકો માસ્ક અને સામાજિક અંતરના નિયમોનો ભંગ કરે છે. તેમની પાસેથી તંત્ર દ્વારા દંડની વસૂલાત કરવામાં આવે છે. કોરોનાનું સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે પોલીસની પણ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની બહાદુરપુર આઉટ પોસ્ટ પાસેથી એક લગ્નનો વરઘોડો નીકળ્યો હતો અને લગ્નના વરઘોડામાં સામાજિક અને માસ્કના નિયમોના ધજાગરા થયા હતા. આ ઉપરાંત લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો અને પોલીસકર્મીઓ પણ માસ્ક વગર ડાન્સ કરતા જોવા મળી રહ્યા હતા.

સંખેડામાં શનિવારે કોરોનાના 12 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. જેના કારણે પોલીસ દ્વારા શહેરના લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે બહાદુરપૂર આઉટ પોસ્ટ પાસેથી નીકળેલા વરઘોડામાં બાબતે પોલીસ દ્વારા જવાબદાર લોકો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગોધરામાં પોલીસે એક શિક્ષકની પાસેથી બળપ્રયોગ કરીને માસ્કના દંડની વસૂલાત કરી હતી.

થો઼ડા દિવસ પહેલા છોટા ઉદેપુર જિલ્લાના DySP એ.વી.કાટકડના જન્મદિવસની કચેરીમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

દંડની વસૂલાત દરમિયાન શિક્ષક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ આઉટ પોસ્ટ સામે નીકળેલા વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચતા દેખાયા હતા છતાં પણ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત વરઘોડામાં પણ કેટલાક પોલીસ જવાનો પણ માસ્ક વગર ડાન્સ કરતાં દેખાયા હતા ત્યારે પોલીસની આ બેવડી નીતિને લઈને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

તો બીજી તરફ સંખેડામાં પણ પોલીસ દ્વારા નિયમનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંખેડામાં એક ટ્રેક્ટરની ટ્રોલીમાં 40 લોકો બેસીને જતા હતા ત્યારે પોલીસ દ્વારા આ લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ સામાન્ય વ્યક્તિ સામે કાર્યવાહી કરે છે તો પોલીસ આઉટ પોસ્ટની સામેથી જ નીકળેલા એક વરઘોડામાં નિયમનો ભંગ થયો તે માટે શા માટે કોઇ કાર્યવાહી કરી રહી નથી? મહત્ત્વની વાત છે કે રાજ્યમાં માસ્કના દંડને લઈને પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે ઘર્ષણ થતું હોવાના પણ કિસ્સાઓ પણ અવાર નવાર સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp