PM મોદીને કારણે જ દુનિયાની વિશાળ પ્રતિમા સૌથી ઓછા સમયમાં તૈયાર થઇઃ આઠવલે

PC: PIB

સરકારે કહ્યું કે, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયમંત્રી રામદાસ આઠવલેએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર પટેલના પ્રયાસોને કારણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુ છે અને PM નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે જ દુનિયાની વિશાળ પ્રતિમા સૌથી ઓછા સમયમાં તૈયાર થઇ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતાનગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાયી આદિવાસી સમાજને પણ સિધી રોજગારી મળી છે જે PM ના પ્રયત્નોને કારણે શકય બન્યુ છે. કેવડીયાનો સાર્વત્રિક વિકાસ જોઈને ખૂબ ખુશી થઈ છે.સાથે જ તેમને PM નરેન્દ્ર મોદીની પરિકલ્પનાના પણ વખાણ કર્યા.

મંત્રી આઠવલેએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

મંત્રીનું આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જે બાદ મંત્રી આઠવલેએ પ્રસન્નતા વ્યકત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલી રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર નિલેશ દુબે એ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp