ફેસબૂક પર અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલાં ચેતજો

PC: vosizneias.com

તમે પણ સોશિયલ મીડિયા વેબસાઈટમાં તમારી પ્રોફાઈલ મૂકી છે તો થઈ જાય સાવધાન કારણ કે તમારી પ્રોફાઈલમાં મૂકેલા ફોટો અને તમે અપડેટ કરીલી ડિટેલ્સ તમને મોટી મુશ્કેલી મૂકી શકે છે. સાબરકાંઠાની એક યુવતીને ફેસબૂકમાં પોતાના ફોટો અપલોડ કરવાનું ભારે પડ્યું હતું. અપલોડ કરેલા ફોટોના કારણે યુવતીને સમાજમાં બદનામ થવું પડ્યું.

બનાસકાંઠામાં એક યુવતીના ફેસબૂકના એકાઉન્ટ પર એક અન્ય યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી મોંઘી પડી ગઈ. વિસ્તારથી વાત કરીએ તો ફેસબૂક પર પીડિતાને એક યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. પીડિતાએ આ રિકવેસ્ટ સ્વીકારી લીધી. પરંતુ તેને ખબર નહોતી કે આ અજાણી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ તેની રાતોની ઊંઘ હરામ કરી નાંખશે. યુવતી સાથે ચેટિંગ કરતા પીડિતાને માલુમ પડ્યું કે જે યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ તેને સ્વીકારી છે તે હકીકતમાં યુવક છે. યુવક હોવાની જાણ થતા પીડિતાએ તેને બ્લોક કરી દીધો. બ્લોક કરતાની સાથે ફેસબૂકની ફેક આઈડીથી વાત કરી રહેલા ઈસમે પીડિતાના ફેસબૂક પ્રોફાઈલમાંથી પીડિતાની ફોટો ડાઉનલોડ કરીને સોફ્ટવેરની મદદથી એ ફોટો મોર્ફ કરી ફેક આઈડીમાંથી ફેસબુકમાં અપલોડ કરીને પીડિતાને ખોટી રીતે બદનામ કરી હતી.

આ ઘટનાની ફરિયાદ 30 મે 2018ના રોજ પીડિતાએ પોલીસમાં નોંધાવી હતી. આ સમગ્ર મામલાની તપાસ SOGને સોંપવામાં આવી હતી. SOGએ આરોપીને પકડી પાડવા માટે ફેસબૂક એનાલિસિસ અને ટેક્નિકલ ટીમની મદદ લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ફેક ફેસબૂક પ્રોફાઈલ બનાવનાર અને પીડિતાના ફોટાઓ મોર્ફ કરનાર દેવેન્દ્ર ચામટા નામનો ઈસમ છે. પોલીસને 2 મહિનાના અંતે દેવેન્દ્રને પકડવામાં સફતા મળી હતી.

પોલીસે દેવેન્દ્રને પકડીને તેની પૂછપરછ હાથ ધરી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે દેવેન્દ્ર અગાવ પણ આ જ પ્રકારના એક ગુનામાં વડોદરામાં જેલની સજા ભોગવી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp