ચૂંટણી જીતવા ભાજપ ગુનેગારોને ટિકિટ આપશે : કોંગ્રેસ 

PC: abpashmita.com

ભાજપે વર્ષ 2012ની ચૂંટણીમાં 182 ઉમેદવારમાંથી 45થી વધુ ઉમેદવારો ઉપર ફોજદારી ગુનાઓ નોંધાયા હતા, તેમને ટીકીટ આપી હતી. જ્યારે બીજી બાજુ ભાજપ તેમના સંમેલનમાં સાફસુથરી પાર્ટી તરીકેની ગુલબાંગો હાંકે છે. ત્યારે ભાજપ અને નરેન્દ્ર મોદી ગુજરાતની જનતાને જવાબ આપે કે, વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપ ગુનાહિત ઈતિહાસ ધરાવતા કેટલા ઉમેદવારોને ટીકીટ આપશે ? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ અને તેના વરિષ્ઠ નેતાઓ વારંવાર બીજા પક્ષ પર ખોટેખોટા આક્ષેપો કરીને પોતાની છબી સુધારવાના પ્રયત્નો કરે છે, અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે તેવા વ્યક્તિઓને ભાજપે ટીકીટ આપીને તેમના ચાલ-ચલન-ચરિત્ર અને ચહેરાખુલ્લા કરી દીધા છે. ભાજપના વર્ષ 2012માં 115 ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી 32 ધારાસભ્યો ઉપર ગંભીર ગુનાઓ નોંધાયા છે. 6 ધારાસભ્યો સામે અતિ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ભાજપના અનેક પદાધિકારીઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો ગંભીર આર્થિક ગુનાઓ અને ગેરરીતિઓમાં ચમકી ચુક્યા છે.

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ લાંચ કેસમાં, બીજા પૂર્વ અધ્યક્ષ જૈન હવાલા કાંડમાં અને હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ પર અતિગંભીર ગુનાઓ નોંધાયા હોય તેવા સમયે ભાજપના સંમેલનમાં કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરનાર વડાપ્રધાનશ્રી "ક્રિમીનાલાઈઝેશન ઓફ પોલીટીક્સ''ને ચૂંટણી જીતવા માટે જ છે. લોકસભાની ચૂંટણી સમયે સમગ્ર દેશમાં રાજનીતિનું ગુનાહિતકરણ રોકવા અને જનપ્રતિનિધિઓ સાફસુથરી છબીવાળા આવે એવી મોટી-મોટી વાત કરનાર નરેન્દ્ર મોદીએ ફોજદારી ગુના જેમના પર દાખલા થયા છે તે તમામ સામે પગલાં ભરવાના સુપ્રિમકોર્ટના આદેશને પણ ત્રણ વર્ષ વીતી ગયા છતાં તે દિશામાં કોઈ પગલાં ભર્યાં નથી. કેન્દ્રીય પ્રધાનમંડળના 78 મંત્રીઓ પૈકી 24 મંત્રીઓસામે ગંભીર ગુનાઓ અને 14 મંત્રીઓ સામે અતિગંભીર ગુનાઓ છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલા વિરુદ્ધના ગુનાઓ મુખ્યત્વે છે. ભાજપના ચૂંટાયેલા 281 સાંસદો પૈકી 98 સાંસદો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓને ભાજપનો ભગવો ખેસ પહેરાવીને ચૂંટણી જીતવા માંગે છે, જેમાં ઘણી બધી સફળતા પણ ભાજપે મેળવી છે. ત્યારે તમામ મોરચે નિષ્ફળ નીવડેલ, હતાશ-નિરાશ ભાજપ વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણી જીતવા તમામ પ્રકારની ગુંડાગર્દી અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓને જનપ્રતિનિધિ તરીકે પસંદ કરશે અને આ દિશામાં ભાજપે છેલ્લા ૧૨ મહિનાથી કાર્યવાહી શરૂ કરી છે.

  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp